02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / સોના-ચાંદી બજારમાં આજે વધ્યા ભાવથી હવામાન નરમ : રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૭૨ની અંદર ઉતરી

સોના-ચાંદી બજારમાં આજે વધ્યા ભાવથી હવામાન નરમ : રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૭૨ની અંદર ઉતરી   14/12/2018

 
 
 
                     
 
                   મુંબઈ ઝવેરી બજારમાં  સોનાના ભાવ જીએસટી વગર ૧૦ ગ્રામના ૯૯.૫૦ના  રૂ.૩૧૫૯૦  વાશા ૩૧૪૨૦  તથા ૯૯.૯૦ના ભાવ રૂ.૩૧૭૧૫ વાળા રૂ.૩૧૫૪૫ બંધ હતા. જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા બોલાયા હતા. 
 
                    ચાંદીના ભાવ ઉંચામાં  ૧૪.૭૯ તથા નીચામાં  ૧૪.૬૮ ડોલર રહી સાંજે  ભાવ ૧૪.૭૩  ડોલર રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે વધ્યા ભાવથી હવામાન નરમ હતું. વિશ્વ બજારમાં જોકે કિંમતી ધાતુઓના ભાવ ઉંચા બોલાયા હતા પરંતુ  ઘરઆંગણે કરન્સી બજારમાં  રૂપિયા સામે ડોલરના ભાવ ઝડપી ગબડી રૂ.૭૨ની અંદર  ઉતરી જતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ  કોસ્ટ નીચી આવી હતી
 
 
                                બ્રિટીશ પાઉન્ડના ભાવ મુંબઈ કરન્સી બજારમાં  ઉછળી ૯૦.૯૨ થઈ છેલ્લે બંધ રૂ.૯૦.૭૧થી ૯૦.૭૨ હતા.  જે ૪૩ પૈસા  ઉંચા હતા. બ્રિટનમાં બ્રેકઝીટ પ્રશ્ને વડાપ્રધાન  સામે અવિશ્વાસનો પ્રસ્તાવ પડી ભાગતાં ત્યાં રાજકીય પરિસ્થિતિ ફરી સ્થિર થઈ રહ્યાના સમાચાર હતા. 
 
  
                    આની અસર વિશ્વ બજાર પડી હતી.   ૨૦૧૯માં ક્રૂડતેલની  માગ ઓછી  રહેશે એવો અંદાજ ઓપેક દ્વારા  વ્યક્ત કરાતાં  તેની અસર બજારભાવ પર પડયાની ચર્ચા હતી. દરમિયાન, વિશ્વ બજારમાં  કોપરના ભાવ ટનના ૩ મહિનાની  ડિલીવરીના ૬૨૦૯ ડોલર  હતા.  ન્યુયોર્ક કોપર વાયદો  સાંજે અડધો ટકો નીચો બોલાયો હતો.   દરમિયાન વિશ્વ બજારમાં પેલેડીયમના ભાવ ઉછળી ઉંચામાં ૧૨૬૮થી ૧૨૬૮.૫૦ ડોલર બોલાતાં રેકોર્ડ નવી ઉંચી સપાટી દેખાઈ હતી. મોડી સાંજે જોકે ભાવ ૧૨૫૯થી ૧૨૫૯.૫૦  ડોલર હતા.  પ્લેટીનમના ભાવ મોડી સાંજે ૮૦૦ની અંદરપ ઉતરી ૭૯૮.૫૦થી ૭૯૯ ડોલર બોલાયા હતા. દરમિયાન વિશ્વ બજારમાં સાંજે ક્રૂડતેલના ભાવ ગબડતાં  તેની અસર પણ વૈશ્વિક બુલિયન  બજારો પર જોવા મળી હતી. ક્રૂડતેલના ભાવ સાંજે આશરે એક ટકો ઘટી બેરલના ભાવ  બ્રેન્ટક્રૂડના  ૬૦ ડોલરની અંદર ૫૯.૬૫ ડોલર હતા.  ન્યુયોર્કના ભાવ ઘટી સાંજે  ૫૦.૬૫થી ૫૦.૭૦ ડોલર હતા. અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક આશરે ૩૦ લાખ બેરલ્સ ઘટવાની ગણતરી તાડેતરમાં બતાવાતી હતી.  હકીકતમાં ત્યાં સ્ટોકમાં ૧૨ લાખ બેરલ્સનો  ઘટાડો જાહેર થયાના નિર્દેશો હતા.
 

Tags :