02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / વિચાર વૈભવ / ડો.સેમ્યુઅલ જાનસન

ડો.સેમ્યુઅલ જાનસન   26/11/2018

  ડો.સેમ્યુઅલ જાનસન 
અંગ્રેજીનો પહેલો શબ્દકોશ બનાવનાર  ડો. જાનસને શબ્દોને કક્કાવારી  પ્રમાણે  લખ્યા. પરંતુ શબ્દની  આગળ  અર્થ  લખવાને  બદલે  અર્થ ઘટન લખ્યું. દા.ત., સિગારેટ’નો  અર્થ એમણે  લખ્યો -‘સિગારેટ કાગળમાં વીંટાળેલી  તમાકુ છે, જેની  એક તરફ  ધુમાડો  હોય છે, અને  બીજી  બાજુ એક  બેવકૂફ.’
રીત ઃ 
ડોકટર  જાનસન  ખાવા-પીવાના  ખૂબ જ શોખીન  હતા.એમના  મિત્રો જાણતા  હતા કે  કાકડી  પ્રત્યે  એમને  ખૂબ  જ ચીડ હતી.
એક વાર  એમને  ચીડવવા માટે જ એમના એક  મિત્રે પૂછ્યું ઃ ‘ડોકટર  જાનસન ,આપના  ખ્યાલ ઃ મુજબ કાકડી  ખાવાની  સારી  રીત કઈ છે?’
ડોકટર  જાનસન  સમજી તો ગયા  કે આ પૂછવાનો હેતુ શું છે, પણ  એમણે  તો  એવો ભાવ વ્યક્ત કર્યો કે  જાણે એમને ખરાબ ન લાગ્યું  હોય. એમણે  કહ્યું ઃમારા ખ્યાલ  મુજબ  પહેલાં  એને  બરાબર  ધોઈ  નાંખવામાં આવે. પછી એના  નાના કકડા  કરવામાં  આવે . બને તો સિરકા  યા  સલાહ  પણ  એમાં  ભેંળવવામાં આવે અને...’
વચ્ચે જ એમનો મિત્ર ખુશ  થતાં  બોલ્યોઃ ‘અને પછી  એ ખાવામાં  આવે?’ 
‘જી ના, ડોકટર જાનસને  કટાક્ષમાં  કહ્યું ઃ ‘આ  તૈયાર  કરેલી  પ્લેટને  ધીમેથી  ઉઠાવીને  નજદીકની  બારીમાંથી  નીચે  ફેંકી  દેવામાં   આવે.’  અને ગુસ્સાથી બોલ્યા ઃ ‘ભલા, આ પણ  કોઈ  ખાવાની  વસ્તું છે. ?   
-યશવંત કડીકર

Tags :