02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / સાબરકાંઠા / વડાલી તાલુકાના ચુલ્લા પાટીયા પાસેથી ગાંધીનગર વિજીલન્સ દ્વારા બિયરનો જથ્થો ઝડપાયો

વડાલી તાલુકાના ચુલ્લા પાટીયા પાસેથી ગાંધીનગર વિજીલન્સ દ્વારા બિયરનો જથ્થો ઝડપાયો   12/09/2018

 
       ગતરોજ બાતમીના આધારે વિજીલન્સની ટીમ દ્વારા  વિજયનગર બાજુથી આવતી સ્વીફટ ગાડી નંબર જીજે/આરસી પ૭૩૦ અને જીજે  ૦૯ બીસી પ૬૦ર ગાડીઓ રાજસ્થાન તરફથી આવવાની હોવાની પુરી બાતમીના લીધે વિજીલન્સ દ્વારા નાકાબંધી કરવામાં આવી હતી. ત્યારે બન્ને ગાડીઓને રોકતા બન્ને ગાડીઓમાંથી બિયરની ૪૯ પેટી તેમજ દારૂના ક્વાર્ટર મળી આવતા વડાલી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. ગુજરાતમાં રાજસ્થાનમાંથી મોટી માત્રામાં દારૂની હેરાફેરી થઈ રહી છે. ત્યારે દારૂની હેરાફેરી  રોકવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. દારૂનો અને બિયરનો જથ્થો ક્યાંથી અને કયાં લઈ જવાનો હતો તેની તપાસ ચાલુ કરી દેવામાં આવી છે. જિલ્લાની પોલીસ દ્વારા દારૂ બાબતે સઘન કાર્યવાહી કરવામાં આવે છે. છતાં જિલ્લા તેમજ ગુજરાતમાં દારૂ ઘુસાડવાનું અટકતું નથી. જા કે આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. વધુ તપાસ વિજીલન્સ દ્વારા  હાથ ધરવામાં આવી રહી  છે.

Tags :