02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / ગુજરાતમાં અતિભારે વરસાદનો દોર : અનેક વિસ્તાર જળબંબાકાર

ગુજરાતમાં અતિભારે વરસાદનો દોર : અનેક વિસ્તાર જળબંબાકાર   29/08/2019

અમદાવાદ : ગુજરાત પર મોનસુન જારદારરીતે સક્રિય થયું છે. જુદા જુદા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનો દોર જારી રહ્યો છે. છોટાઉદેપુર, પંચમહાલ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, આણંદ, મહિસાગર અને બનાસકાંઠામાં ભારે વરસાદ થયો છે જ્યારે ભાવનગરમાં પણ અનેક જગ્યાઓએ ભારે વરસાદ થયો છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદી માહોલ રહ્યો છે. બીજી બાજુ અતિભારે વરસાદ માટેની ચેતવણી અકબંધ રાખવામાં આવી છે. હવામાન વિભાગના કહેવા મુજબ આજે જારદાર વરસાદ વિવિધ ભાગોમાં જારી રહ્યો હતો. આજે સવારથી લઇને મોડી સાંજ સુધી ૯૦થી વધુ તાલુકાઓમાં વરસાદ થયો છે. ૧૧થી વધુ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ થયો છે. બે ઇંચ સુધીના વરસાદથી અનેક જગ્યાઓએ પાણી પણ ભરાયા છે. હારીજમાં સૌથી વધુ બે ઇંચથી વધુ વરસાદ થયો છે. શહેરામાં બે ઇંચ વરસાદ થયો છે.

Tags :