02744-220264, 222764       rakhewal@gmail.com
Home / બનાસકાંઠા / ભાભરના ચાત્રા ગામના યુવકની હત્યા કરનાર દંપતિને આજીવન કેદની સજા

ભાભરના ચાત્રા ગામના યુવકની હત્યા કરનાર દંપતિને આજીવન કેદની સજા   27/08/2018

મેસપુરા ગામ ની સીમ માંથી પુરુસની હત્યા કરી લાશના ટુકડા પ્લાસ્ટિકની થેલીમાં ભરેલ જે મળી આવેલ જેનો કેસ આજે દિયોદરની સેસન્સ કોર્ટમાં ચાલી જતા સેસન્સકોર્ટે દંપતિને આજીવન કારાવાસ અને  ૫,૫ હજાર નો દંડ ફટકાર્યો જ્યારે એકને નિર્દોસ છોડ્‌યો હતો. તારીખ ૯/૧૦/૨૦૧૬ ના રોજે ગામ મેસપુરાની સિમમાં સવારે આઠ વાગે તેઓને જાણવા મળેલ કે ચલાદર અને મેસ પુરા ગામ વચ્ચે દેવણભાઈના જોપા પાસે એક પ્લાસ્ટીકનો કોથળીમાં એક લાશ ટુકડા કરેલી મળી આવી હતી.જે બાબતની જાણ ખોડાભાઈ રાયમલભાઈ ઠાકોરે ભાભર પોલીસને કરતા આ બાબતે ભાભર પોલીસે તપાસ આદરી હતી જેમાં રાજભાઈ ઠાકોરે પોતાના દીકરાની લાશ હોઈ અને તેને બપોર બાદ રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં રેફરલ હોસ્પિટલ પહોંચતા થોડી વાર માટે પરિસ્થિતિ વિકટ બની હતી. જોકે પોલીસે હોસ્પિટલના ગેટ આગળ રોકી થરાદ ડી.વાય.એસ.પી.એ.એચ.ચૌધરીએ તેમની વાત સાંભળી સંભવિત તમામ મદદ પોલીસ કરશે તેવી ખાત્રી આપતા પરિવાર જનો પી.એમ.માટે તૈયાર થતા વિડિઓ ગ્રાફી સાથે ડો.પિયુષ મોદી અને ડો.રવીરાજ ઠક્કરે પેનલથી પી.એમ.કર્યું હતું.અને ગુરૂવારે સાંજે મૃતદેહ સ્વીકાર્યો હતો.

Tags :