02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / પાટણ કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખે રૂપાણીને ‘રૂપ-રાણી’ કહેતા વિવાદ

પાટણ કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખે રૂપાણીને ‘રૂપ-રાણી’ કહેતા વિવાદ   19/04/2019

પાટણ ખાતે ભાજપ દ્વારા દૂધ સાગર ડેરીને અન્યાય કરાયો હોવાના આક્ષેપો સાથે ડેરીના ચેરમેન સહિત હોદેદારો પાટણ લોકસભામાં કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં જિલ્લાના પાશુપાલકોની બેઠક યોજી હતી. જેમાં પાટણ કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ કાનજીભાઈ દેસાઈએ સીએમ વિજય રૂપાણીને રૂપ -રાણી કહ્યા હતા જેને પગલે વિવાદ વકરવાની શક્યતા છે. જોકે, હોદ્દેદારો દ્વારા એકસૂરે ભાજપને જાકારો આપી કોંગ્રેસને જાહેરમાં સમર્થન કરી પશુપાલકોને કોંગ્રેસમાં મતદાન કરવાની અપીલ કરી હતી.
પાટણ ના શ્યામાપ્રસાદ પાર્ટી પ્લોટ ખાતે ગુરુવારના રોજ દૂધસાગર ડેરીના ચેરમેન આશાબેન ઠાકોર, વાઇસ ચેરમેન મોઘજીભાઈ ચૌધરી સહિત ડેરીના બોર્ડ ડિરેક્ટરો સાથે કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતિ જિલ્લાના પશુપાલકોની બેઠક યોજાઈ હતી. જેમાં ડેરીના ચેરમેન આશાબેન જણાવ્યું હતું કે, ભાજપના કારણે ડેરીના 352 કરોડ રૂપિયા જે પશુપાલકોની મેહનતના છે તે અમૂલ દ્વારા અપાતા નથી. ડેરીના ઉત્પાદનમાં ઘટાડો કરી એનકેન પ્રકારે સતત ડેરી સાથે અન્યાય કરવામાં આવ્યો છે અને ભાજપ દ્વારા સહકારી ક્ષેત્રને સરકારી ક્ષેત્ર બનાવના પ્રયાસો થઇ રહ્યા હોઇ સહકારી ક્ષેત્રને બચાવવા કોંગ્રેસને સમર્થન આપવાનું નક્કી કરી 23 તારીખે તમામ પશુપાલકો પાટણ -મહેસાણા બન્ને કોંગ્રેસના ઉમેદવારોને સમર્થન આપવા આહ્વાન કર્યું હતું.વાઇસ ચેરમેન મોઘજીભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે હું 30 વર્ષ સુધી ભાજપમાં રહ્યો છું પરંતુ ભાજપના અન્યાયને લઇ હવે પ્રથમ વખત ખુલ્લામાં કોંગ્રેસના સમર્થનમાં આવી ભાજપનો વિરોધ કરી રહ્યો છું.

Tags :