ફટાકડાના નાના વેપારીઓને રોવાનો વારો આવ્યો

 
 
પાલનપુર
પાલનપુરમાં ફટાકડા વેચતા નાના અને ગરીબ વેપારીઓને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. કાયદાને ખિસ્સામાં લઈ ફરતા ફટાકડાના એક કરોડપતિ હોલ સેલના વેપારીએ એડવાન્સમાં માલ આપી અને હવે હાથ ઊંચા કરી દેતાં આ વ્યાજે પૈસા લાવી અને ધંધો કરનારા ગરીબ વેપારીઓ ફસાયા છે. દિવાળી આવી એટલે કરોડપતિ લાલા બજારમાં ફરતા થઇ ગયા અને ગરીબોને ફસાવવાના ગોરખધંધા શરૂ કરી દીધા હતા. પાલનપુરના ફટાકડાના એક વહોલસેલર વેપારીએ ૧૦૦ જેટલા નાના ગરીબ વેપારીઓને ફટાકડાનો માલ આપી અને વચન આપ્યું હતું કે તંત્રની કોઈપણ જાતની હેરાનગતિ વગર ફટાકડાનો ધંધો થશે. પરંતુ ડીસામાં જે પ્રકારે ગેરકાયદેસર ફટાકડાની દુકાનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. અને ત્યાર બાદ વહીવટી તંત્ર અને પોલીસ હરકતમાં આવ્યું ત્યારે વર્ષોથી ગેરકાયદેસર ફટાકડાનો ધંધો કરવા ટેવાયેલા લોકોને આ વખતે કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડયો છે. પોલીસે લાખોના ફટાકડા પણ જપ્ત કર્યા છે. ત્યારે પાલનપુરમાં જે ગરીબ અને નાના વેપારીઓએ  ફટાકડાંના હોલસેલર વેપારી પાસેથી જે માલ ખરીદ્યો હતો તેઓ પોલીસની ઘોંસ વધતા વેપાર નથી કરી શકતા અને વ્યાજે પૈસા લાવી અને આ માલ ખરીદ્યો હતો અને જેને લઇને આ ગરીબો ફસાયા છે જોકે આ હોલસેલર વેપારીએ હવે માલ પરત લેવાનો ઇન્કાર કર્યો અને હાથ અધ્ધર કરી દીધા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.