હવે નાગરિકો ઘેર બેઠા ઓનલાઈન FIR નોંધાવી શકે તે માટે CRPCમાં સંશોધન

નવી દિલ્હી: ગૃહ મંત્રાલયે કાનૂની પંચને પ્રશ્ન કર્યો છે કે શું લોકો પોતાના ઘરેથી ઓનલાઈન પ્રાથમિક કે ઈ-એફઆઈઆર નોંધી શકે એ માટે પરવાનગી આપી શકાય કે નહિ ? સુપ્રિમ કોર્ટે નવેમ્બર ૨૦૧૩માં આદેશ આપ્યો હતો કે સીઆરપીસીની કલમ ૧૫૪ હેઠળ જો કોઈ સંગીન અપરાધનો ખુલાસો થાય તો તેવી સ્થિતિમાં પ્રારંભિક તપાસની પરવાનગી ન હોય તો એફઆઈઆર નોંધવી અનિવાર્ય છે. કાનૂની પંચને આ મુદ્દે વિચાર કરવા અનેક સૂચનો મળ્યા. એવું પણ સૂચન મળ્યું હતુ કે જો સીઆરપીસીમાં સંશોધન કરી લોકોને ઓનલાઈન એફઆઈઆર માટે પરવાનગી અપાય તો તેનુ પરિણામ એ આવશે કે કેટલાક લોકો બીજાની છબી બગાડવા માટે આ સુવિધાનો  દૂરૂપયોગ કરશે. જો કે કાનૂન પંચના એક પદાધિકારીનું કહેવું છે કે, લોકોને એફઆઈઆર નોંધાવવા પોલીસ સ્ટેશને જવું ગમતું નથી જો ઓનલાઈન નોંધાય તો તે મુશ્કેલી દૂર થાય સરળતા આવશે.રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યુરો કહે છે કે, ૨૦૧૬માં કુલ ૪૮,૩૧,૫૧૫ સંગીન અપરાધ થયા જેમાં ૨૯,૭૫,૭૧૧ આઈપીસી હેઠળ તથા ૧૮,૫૫,૮૦૪ એસએસએલ હેઠળ થયા. પૂર્વ કાનૂન સચિવ કહે છે કે જો કાનૂન પંચ ભલામણ કરે તો ઓનલાઈન એફઆઈઆર દાખલ થઈ શકે છે. જો કે તેનો દુરૂપયોગ થવો જ જોઈએ. પંચે આ મુદ્દાને સમજવા માટે પહેલા જ વિવિધ રાજ્યોના પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી છે. ગૃહ મંત્રાલયે કાનૂન પંચને જણાવ્યુ હતુ કે ડીજીપી / આઈજીપી સંમેલન દરમ્યાન એવું સૂચન કરાયુ હતુ કે સીઆરપીસીની કલમ ૧૫૪માં ફેરફાર તવો જોઈએ કે જેથી ઓનલાઈન એફઆઈઆર નોંધાવવાનું સંભવ થઈ શકે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.