જન મોરચા જૂથના ૭ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તમાં મત આપતાં તા.પં.ચાણસ્માના વર્તમાન અધ્યક્ષને હોદ્દો છોડવો પડ્યો

જન મોરચા  જૂથના ૭ સભ્યોએ  અવિશ્વાસની દરખાસ્તમાં મત આપતાં તા.પં.ચાણસ્માના  વર્તમાન અધ્યક્ષને હોદ્દો છોડવો  પડ્યો
અધ્યક્ષ બહુમતિ  ન ધરાવતા ગેરહાજર રહ્યા હતા 
 
 
ચાણસ્મા 
ચાણસ્મા તાલુકા  પંચાયતમાં  વર્તમાન  પ્રમુખ જુથના કારોબારી અધ્યક્ષ સામે અવિશ્વાસની દરખાસ્ત કોંગ્રેસ અસંતુષ્ટ જુથ જનમોરચાના  સભ્યો દ્વારા દાખલ કરવામાં આવી  હતી. જેના  ઉપર ચર્ચા  કરવા ૧પ દિવસમાં કારોબારીની મીટીંગ બોલાવવાનો નિયમ હોવા છતાં પ્રમુખ દ્વારા એજન્ડા કાઢવામાં આવ્યો ન હતો. આ પેચીદો મામલો પાટણ જિલ્લા વિકાસ અધિકારીના દરબારમાં પહોંચ્યો હતો અને તેમના એજન્ડા મુજબ ગતરોજ ચાણસ્મા ખાતે  કારોબારીની બેઠક 
આભાર - નિહારીકા રવિયા  બોલાવવામાં આવી હતી. આ  બેઠકમાં જેના વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત હતી  તે મહિલા કારોબારી અધ્યક્ષ ગેરહાજર રહ્યા હતા. જેના  પરિણામે કારોબારીના  નવા પૈકી હાજર સાત સભ્યોએ  અવિશ્વાસની દરખાસ્તની  તરફેણમાં મતદાન કરતાં  ફરી  એકવાર વર્તમાન અધ્યક્ષને પદ છોડવાની નોબત આવી હતી.  
ચાણસ્મા તાલુકા પંચાયતમાં આંતરિક ખટરાગને કારણે કોંગ્રેસ  પક્ષમાં પ્રમુખ/ અધ્યક્ષ માટેના હોદ્દાઓ માટે વારંવાર ખેંચતાણ અને  સત્તાપલટો થઈ ચુક્યો છે. અગાઉ માત્ર એક સભ્યની  સરસાઈથી વર્તમાન તાલુકા પ્રમુખ ગેમરભાઈ  દેસાઈના જુથમાંથી ઠાકોર સરલાબેન સોવનજી ગત તા. ૧૩/૮/૧૮ ના રોજ અધ્યક્ષ પદે આરૂઢ થયા હતા. પરંતુ તેમની નિમણુંકના દિવસે જ તેમના વિરૂધ્ધ કારોબારીના આઠ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મુકી  હતી. દરખાસ્તને પંદર દિવસનો સમય વિતી ગયો હોવા છતાં પ્રમુખે કારોબારીની મીટીંગ બોલાવવાની અવગણના કરી હતી. 
રજુઆતને અંતે પાટણ  જિલ્લા વિકાસ અધિકારીએ એજન્ડા કાઢી ગતરોજ કારોબારીની મીટીંગ બોલાવી હતી.  જેમાં નવ સભ્યો પૈકી ભાજપના એક  સદસ્ય ગેરહાજર રહ્યા હતા. જ્યારે  વર્તમાન  અધ્યક્ષ સરલાબેન સોવનજી  ઠાકોરે અવિશ્વાસ દરખાસ્તનો સામનો કરવા પુરતી બહુમતી ન  ધરાવતા હોવાથી  ગેરહાજર રહ્યા હતા. પરિણામે જનમોરચા જુથના સાત સભ્યોએ  હાજર રહી અવિશ્વાસ દરખાસ્તની તરફેણમાં મત આપતાં વર્તમાન અધ્યક્ષના એક જ માસના હોદ્દાનું બાળમરણ થયુ હતું અને અવિશ્વાસની દરખાસ્ત પસાર  થઈ  હતી. હવે આગામી દિવસોમાં નવા અધ્યક્ષની વરણી માટે મળનાર  બેઠકમાં જનમોરચા જુથમાંથી  નવા અધ્યક્ષની વરણી થશે તે સ્પષ્ટ થઈ ચુક્યુ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.