ભાભર પાલિકાના બીજી ટર્મના પ્રમુખ અને ઉપપ્રમુખ બિનહરીફ ચૂંટાયા

ભાભર નગરપાલિકાની તમામ સીટો ઉપર ભાજપના સદસ્યો ચુંટાયેલા છે. ત્યારે ભાભર પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની બીજી ટર્મની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ ઉપપ્રમુખ બિનહરીફ વિજયી બનતા હર્ષની લાગણી જન્મી છે. પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પાલિકાના સભાખંડમાં ચૂંટણી અધિકારી અને પ્રાંત ઓફિસર કે.પી. પાટીદારની અધ્યક્ષતામાં અને ભાભર મામલતદાર એ.આઈ.પટેલની દેખરેખ હેઠળ ચાલુ થઈ હતી. જેમાં ભાજપના મોવડી મંડળના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ, જિલ્લા મહામંત્રી ઉમેદદાન ગઢવી, ભાભર પ્રભારી પૃથ્વીરાજસિંહ વાઘેલા, ભાભર શહેર ભાજપ પ્રમુખ પ્રભાતસિંહ રાઠોડ, મહામંત્રી અમરતભાઈ પંચાલ, વિનોદ ભાઈ ગોકલાણી સહિતની ટીમે ભાજપ તરફથી પ્રમુખ તરીકે અંજીબા બલુભા રાઠોડ અને ઉપપ્રમુખ તરીકે ડા. નરેશભાઈ પી. અખાણીનો મેન્ટેડ આપ્યો હતો. ચૂંટણીમાં પ્રમુખ તરીકે અંજીબા રાઠોડ અને ઉપપ્રમુખ તરીકે નરેશભાઈ અખાણીના ફોર્મ ભરાયા હતા. ચૂંટણી પ્રક્રિયામાં અન્ય કોઈ ફોર્મ ન આવતા બન્ને ઉમેદવારોને બિનહરીફ વિજેતા ચૂંટણી અધિકારી પાટીદારે જાહેર કર્યા હતા. તેથી બન્નેના ટેકેદારોમાં હર્ષની લાગણી જન્મી હતી. ચૂંટાયેલાઓને ફુલહાર પહેરાવી, મોં મીઠુ કરાવી ફટાકડા ફોડી તેમના ટેકેદારોએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. નવા ચૂંટાયેલા પ્રમુખ ઉપપ્રમુખ પારદર્શક અને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ કરે તેવી શહેરજનોએ અપેક્ષા રાખી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાભર પાલિકાના ચીફ ઓફિસરના ખુલ્લેઆમ ભ્રષ્ટાચારને લઈ ભાજપ બદનામ થઈ રહ્યું છે. આવા અધિકારીના કારણે ગત ટર્મના પ્રમુખ ઉપપ્રમુખ અને બોડી બદનામ થઈ હતી. તેની નોંધ ભાજપે લેવી જરૂરી છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.