02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / અરવલ્લી / ધનસુરાના હીરાપુર કંપા બસ સ્ટેન્ડ નજીક રોડ ઉપર ઉભેલા બાઈકને કારે ટક્કર મારતા ચાલકનું મોત

ધનસુરાના હીરાપુર કંપા બસ સ્ટેન્ડ નજીક રોડ ઉપર ઉભેલા બાઈકને કારે ટક્કર મારતા ચાલકનું મોત   21/02/2019

અરવલ્લી  મોડાસા-કપડવંજ હાઈવે પર ધનસુરા થી બાયડ રોડ પર હીરાપુર કંપાના બસ સ્ટેન્ડ નજીક બાઈક લઈ મિત્રની રાહ જોઈ ઉભો રહેલો બાઈક ચાલાક વિચિત્ર અકસ્માત નો ભોગ બન્યો હતો રોન્ગ સાઈડ ધસી આવેલા ઈકો સ્પોટ્‌ર્સ ગાડીના ચાલકે બસ સ્ટેન્ડ નજીક ઉભેલા બાઈકને અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું અકસ્માતના પગલે ધનસુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવાનના મૃતદેહને પી.એમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી 
ધનસુરા-બાયડ રાજ્યધોરી માર્ગ પર આવેલા હીરાપુર કંપા બસ-સ્ટેન્ડ નજીક અલવા ગામના ગોવિંદસિંહ પ્રતાપસિંહ ઝાલા નામનો યુવાન બાઈક લઈ મિત્રની રાહ જોઈ ઉભો હતો ઈકો સ્પોટ્‌ર્સ (ગાડી.નં-ય્ત્ન  ૦૧ ઇડ્ઢ ૪૦૦૪ ) ના ચાલકે રોન્ગ સાઈડ પૂર ઝડપે ગફલતભરી રીતે હંકારી બાઈકને ધડાકાભેર ટક્કર મારતા બાઈક ચાલક યુવાન ગોવીંદસિંહ પ્રતાપસિંહ ઝાલા નામનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું અકસ્માત સર્જી ઈકો સ્પોર્ટનો ચાલક કાર ઘટનસ્થળે મૂકી ફરાર થઈ ગયો હતો 
અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અકસ્માતની ઘટનાની જાણ ધનસુરા પોલીસને થતા તાબડતોડ ઘટનાસ્થળે ધસી આવી મૃતકની લાશને પીએમ માટે ખસેડી દશરથસિંહ  ભીમસિંહ ઝાલાની ફરિયાદના આધારે અકસ્માત સર્જી ફરાર કાર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુન્હો નોંધી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Tags :