રાતે મોટી દીકરીના પેટમાં ભયાનક દર્દ થયું અને તે ચીસ પાડી ઉઠી, માએ પ્રેમથી પૂછ્યું તો માસૂમે કહ્યું- દાદાએ મારા કપડા ઉતાર્યા હતા

બે દિવસ પહેલા સુતાર ગલીમાં બે માસૂમ બાળકીઓ સાથે થયેલી દરિંદગીની ઘટનાને શહેર હજુ તો ભૂલ્યું પણ ન હતું કે રવિવારે ફરીથી બે માસૂમો સાથે દરિંદગીનો મામલો સામે આવ્યો છે. આ વખતે 8 વર્ષની માસૂમ અને તેની 6 વર્ષની બહેનને 50 વર્ષીય આધેડે શિકાર બનાવી અને ક્રૂરતા આચરી.
 
પોલીસના જણાવ્યા પ્રમાણે, વિરાટનગરની રહેવાસી મહિલાએ 8 વર્ષની દીકરી સાથે પોલીસ સ્ટેશન આવીને પાડોશમાં રહેતા 50 વર્ષીય રાજારામ દ્વારા બાળકીઓ સાથે રેપ કરવાની ફરિયાદ કરી. તેનો પતિ મહારાષ્ટ્રમાં નોકરી કરે છે. તે બે બાળકીઓની સાથે અહીંયા રહે છે. તેના ઘરની બાજુના ઘરમાં રાજારામ રહે છે. બંને બાળકીઓ તેને દાદા કહીને બોલાવે છે. રાજારામ પણ બાળકીઓને ક્યારેક મિઠાઈ તો ક્યારેક ચોકલેટ આપીને ઘરમાં બોલાવી લેતો હતો.
 
મહિલાએ જણાવ્યું, "રવિવારે રાતે મારી મોટી દીકરીના પેટમાં ભયાનક દર્દ થયું અને તે ચીસ પાડી ઉઠી. મેં તેને પૂછ્યું તો તેણે દાદા દ્વારા કપડા ઉતારીને ગંદી હરકત કરી હોવાની વાત જણાવી. મોટી બહેનની વાત સાંભળીના નાની દીકરી પણ રડવા લાગી. મને શંકા પડી કે તેની સાથે પણ કંઇક ખોટું થયું છે. પ્રેમથી પૂછ્યું તો તેણે પણ જણાવ્યું કે દાદાએ તેના પણ કપડા ઉતાર્યા હતા."
 
મહિલાએ આસ-પાડોશની મહિલાઓને રાજારામની વાત કરી તો ઘણા લોકો બાળકીઓ સાથે થયેલી ઘટના પર આક્રોશિત થઈ ઉઠ્યા. મહિલા પોલીસ સ્ટેશન પર ફરિયાદ કરવા પહોંચી એટલીવારમાં તો લોકોએ આરોપી રાજારામને તેના ઘરમાં જ ઘેરી લીધો અને તેની જબરદસ્ત ધોલાઈ કરી નાખી. 
તે દરમિયાન પોલીસ પણ ત્યાં પહોંચી તો તે ભાગવાના ચક્કરમાં સીડીઓ પરથી પડી ગયો. તેમાં તેનો હાથ અને એક પગ ફ્રેક્ચર થઈ ગયો છે. પોલીસ તેને ભીડથી બચાવીને એમવાયએચ લઈને આવી. તેની હાલત ખતરાની બહાર છે. મામલામાં પોલીસે આરોપી વિરુદ્ધ રેપ, છેડતી સહિત પૉક્સો ઍક્ટની ગંભીર કલમો હેઠળ કેસ નોંધીને તેની ધરપકડ કરી લીધી છે.
 
આરોપી અપરિણીત છે. ઇંદોરમાં કન્સ્ટ્રક્શન કરનારાઓ સાથે કામ કરે છે. બંને બાળકીઓ તેને દાદા કહીને બોલાવતી હતી અને તે ચોકલેટ અને મિઠાઈના બહાને ઘરે બોલાવીને તેમની સાથે ગંદી હરકત કરતો હતો. 15 દિવસમાં મોટી બાળકી સાથે આરોપીએ લગભગ 2 વખત રેપ કર્યો હતો.
 
આઝાદનગર વિસ્તારમાં આરોપીને મારવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. આક્રોશિત રહેવાસીઓનું કહેવું હતું કે બાળકીઓ સાથે આવી હરકત કરનારને મારી-મારીને મારી નાખીશું. પરંતુ પોલીસ તેને ભીડમાંથી બચાવી લાવી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.