પાટણ જિલ્લામાં સૂજલામ-સુફલામ જળ અભિયાનનો શુભારંભ

પાટણ રાજય સરકાર દ્વારા જળક્રાંતિના ઉદય માટેનું મહાઅભિયાન આરંભાયું છે. રાજયની નાડ પારખી રાજય સરકાર જળ સંચય કાર્યને અગ્રીમતા આપી છે. વરસાદી પાણીના સંગ્રહ સંચય દ્વારા ભુગર્ભમાં જળસ્તર ઊંચા લાવવા માટે પણ જળ સંચય ઉપકારક છે. જનશક્તિના સથવારે જળક્રાંન્તી કરાવવાની રાજય સરકારની નેમને પ્રચંડ સથવારો મળ્યો છે. તે અંતર્ગત સૂજલામ-સુફલામ જળ અભિયાનનો પાટણ જીલ્લાના સમી તાલુકાના કોડધા ગામે વાડીલાલ તળાવને પૂનઃજીવિત કરવાના કામનું ખાતમુહુર્ત રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરની સાનિધ્યમાં યોજવામાં આવેલહતોતથા અનવરપુરા ગામના તળાવને પણ ઊંડુ કરવા માટે શુભારંભ કરાયો હતો. જેમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખઅને ડી.આર.ડી.ના નિયામકશ્રી દિનેશભાઇ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.  આ પ્રસંગે રાજયના શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યુ હતું કે રાજય સરકાર દ્વારા પાટણ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ૭૮૫ લાખના ખર્ચ તળાવ ઊંડા કરવા, નવા ચેકડેમ, મોટાપાળા(આડબંધ) ના કામો હાથ ધરવામાં આવશે. વધુમાં ભારત સરકારની આયુષ્યમાન આરોગ્ય યોજનાનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો. મા અમૃતમ યોજના હેઠળ રાજય સરકારે આવક મર્યાદા ૩ લાખથી વધારી પાંચ લાખકરી છે. જેમાં વધુમાં વધુ લાભાર્થીઓને આવરી લેવાનો અભિગમ છે. વાડીલાલ તળાવની ક્ષમતા ૪૫ કરોડ લીટરની સંગ્રહ શક્તિ છે. ચાલુ સાલે આ તળાવમાં સુજલામ સુફલામ યોજના હેઠળ ૪ લાખ ૯૮ હજારની જોગવાઇ કરવામાં આવી છે. પાટણ જિલ્લામાં જુદા જુદા વિભાગો દ્વારા કુલ પ૬૩ કામો અંદાજે ૭૮૫ લાખના ખર્ચેજેમા ૧૧૮ તળાવો ઉંડા કરવા, ૩ ખેતતલાવડીના કામો, બે ચેકડેમ ડીસીલ્ટીંગના કામોઅને ૭૯ ચેકડેમ રીપેરીંગના કામો હાથ ધરવમાં આવશે. 
આ કાર્યક્રમમાં સંગઠનના મોહનભાઇ પટેલ, ભોપાજી ઠાકોર, દિલીપજી ઠાકોર, મફાજી ઠાકોર, રમેશજી ઠાકોર, મેહરાજી ઠાકોર, ભૂપેન્દ્રભાઇ તેમજ પ્રાન્ત અધિકારીશ્રી રીટાબેન પંડયા, પશુપાલન અધિકારીનટુભાઇ પટેલ, સુજલામ સુફલામ ઇજનેરશ્રી ડી.સી.પટેલ, વન વિભાગના કર્મચારી/અધિકારી ગ્રામજનો સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.