કોમી એકતાના દર્શન : જુનાડીસાના મહંતે માહીની મુસ્લિમ દીકરીનું મામેરું ભર્યુ

જુનાડીસાના મહાકાળી આશ્રમના મહંત અશોકગિરી મહારાજે વડગામ તાલુકાના માહી ગામની ધર્મની બહેન બનાવેલ દીકરીનો લગ્ન પ્રસંગ હોવાથી  મામેરું ભરી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા. 
 
વડગામ તાલુકાના માહી ગામે રહેતા ઇલીયાશભાઈ દાઉદભાઈ મરેડિયા (લડકા) ગાડી લે વેચનો ધંધો કરી ઘરનું ગુજરાન ચલાવે છે. ત્યારે જુનાડીસા મહાકાળી આશ્રમના મહંત અશોકગીરી મહારાજ ઉર્ફે જય ગિરનારી મહારાજ દોઢ વર્ષમાં બેથી ત્રણ ગાડી લેવા જતા પરીવાર જેવો સંબધ બધાઈ જતા ઇલીયાશભાના પત્ની નસીમબેનને ધર્મની બેન બનાવેલ હતી. દરમ્યાન ગતરોજ તેમની દીકરી આસેફાના લગ્ન હોવાથી જુનાડીસાથી મહંતે ૩,૨૧,૦૦૦ રોકડા તથા નવ હજારની ચીજ વસ્તુઓ સહિત ૩,૩૦,૦૦૦નું મામેરૂ ભરતાં ત્યાં હાજર દરેકની આંખો હર્ષથી છલકાઈ ગઈ હતી.આમ, આજના હળાહલ કલિયુગમાં ધર્મના ભાઈ એવા એક મહંતે મુસ્લિમ દીકરીનું મામેરું ભરી કોમી એક્તાના દર્શન કરાવ્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.