બનાસકાંઠાનું ગૌરવ : ડીસાના ઉદ્યોગપતીની ભારતીય પ્રતિનિધિ મંડળમાં પસંદગી

ડીસાના ઉદ્યોગપતિને આંતરરાષ્ટ્રીય ફલક પર ભારતને ગૌરવાન્વિત કરવાનું સૌભાગ્ય સાંપડ્‌યું છે. રશિયા ખાતે યોજાનાર સેમિનારમાં ગુજરાતમાંથી ડીસાના સાહસિક બિઝનેસમેન બલરામભાઈ પઢિયારની પસંદગી છે.
 
આગામી ૧૧ થી ૧૪ ઓગષ્ટ દરમિયાન રશિયાના દીવોસ્તક ખાતે પાંચ રાજ્યોના મુખ્યમંત્રી સહિત ભારતીય પ્રતિનિધિ મંડળમાં ડીસાના બલરામભાઈ પઢીયાર પણ પ્રતિનિધિત્વ કરશે.આગામી ૧૧ અને ૧૪ ઓગસ્ટ ના રોજ રશિયા ખાતે ભારતીય રોકાણકારો માટે એક સેમિનાર યોજાનાર છે. આ સેમિનારમાં ભારતનું પ્રતિનિધિત્વ મંડળ ભાગ લેવા જવાર છે. જેમાં દેશના પાંચ રાજ્યોના મુખ્યમંત્રી પણ જોડાશે.આ  પ્રતિનિધિ મંડળમાં ડીસાના સાહસિક ઉદ્યોગપતિ બલરામભાઈ પઢીયાર ગુજરાતનું પ્રતિનિધિત્વ  કરશે. બનાસકાંઠા જિલ્લામાંથી એક માત્ર ઉદ્યોગપતિ બલરામભાઈ પઢિયારની પસંદગી થતા તેઓ આંતરરાષ્ટ્રીય ફલક પર ડીસાને ગૌરવાન્વિત કરશે. વેપારી મથક ડીસામાંથી પસંદગી પામેલ બલરામભાઈ પઢીયાર બિલ્ડરના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ દેશના પાંચ મુખ્યમંત્રીઓ સાથેના પ્રતિનિધિમંડળમાં બિઝનેશમેન તરીકે જોડાઈ રશિયામાં પ્રતિનિધિત્વ કરશે.રશિયાના સુદૂર પૂર્વીય પ્રદેશોમાં ભારતીય રોકાણકારો અને કંપનીઓ માટે ભારત સરકારના સ્ત્રોત વિકસાવવાના ટકાઉ પ્રયત્નોના ભાગરૂપે  ભારતના ધનાઢય બિઝનેસમેન અને કેન્દ્રીય ઉધોગ મંત્રી પિયુષ ગોયલ  રશિયાના વલાદિવોસ્તોક ખાતે ભારતના પાંચ રાજ્યના મુખ્યમંત્રીઓના પ્રતિનિધિમંડળનું નૈતૃત્વ કરશે. આ પ્રતિનિધિમંડળમાં અધિકારીઓ સહિત સફળ બિઝનેસમેન પણ ભાગ લેશે.ખાસ કરીને તેલ અને ગેસ, ઉર્જા ,ખાણ અને ખનિજ, હીરાક્ષેત્ર, પ્રવાસન, દવા અને સીરામીક ક્ષેત્રના ઉદ્યોગપતિઓનું ઉચ્ચ પ્રતિનિધિમંડળ મંડળ રશિયા જશે. ગુજરાતમાંથી બનાસકાંઠાના ડીસાના વતની અને સાહસિક બિઝનેસમેન તેમજ બિલ્ડર  બલરામભાઈ પઢીયારની  ભારતીય પ્રતિનિધિમંડળ માં પસંદગી થઈ છે.જેઓ આગામી ૧૧ થી ૧૪ ઓગસ્ટ દરમ્યાન ભારતના પાંચ મુખ્યમંત્રીઓ સાથે ચાર દિવસના રશિયાના બિઝનેશ પ્રવાસે રવાના થશે. આ પ્રતિનિધિમંડળમાં બલરામભાઈ પઢિયારની પસંદગી બનાસકાંઠા માટે ગૌરવની વાત છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.