ગુજરાતભરમાં કોંગ્રેસનો પ્રચાર કરનારા અલ્પેશ ઠાકોર બનાસકાંઠામાં અપક્ષનો પ્રચાર કરશે

૨-બનાસકાંઠા લોકસભા ની બેઠક પર ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે. ભાજપ- કોંગ્રેસ ઉપરાંત બહુજન સમાજ પાર્ટી અને ગરવી ગુજરાત પાર્ટીના ઉમેદવારોની સાથે અલ્પેશ ઠાકોરની ઠાકોરસેનાના એક ઉમેદવારે પણ ચૂંટણી જંગમાં અપક્ષમાં ઝંપલાવ્યું છે. જેથી ગુજરાતભરમાં કોંગ્રેસનો પ્રચાર કરનારા અલ્પેશ ઠાકોર બનાસકાંઠામાં કોંગ્રેસનો પ્રચાર નહી કરે તેવો દાવો આજે ઠાકોર સેનાએ કર્યો હતો.
બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર આમ તો ભાજપના પરબતભાઇ પટેલ અને કોંગ્રેસના પરથીભાઇ ભટોળ વચ્ચે સીધી ટક્કર થશે તેમ માનવામાં આવી રહ્યું હતુ. જોકે, સોમવારે ચિત્ર સ્પષ્ટ થતાં હવે મેદાનમાં બહુજન સમાજપાર્ટી, ગરવી ગુજરાત પાર્ટી ઉપરાંત ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રેરિત અપક્ષ સહિત કુલ ૧૪ ઉમેદવારો મેદાનમાં છે. 
જેમાં ખાસ નોંધનીય બાબત તો એ છે કે, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા અપક્ષ ઉમેદવાર ઉભો રાખવામાં આવ્યો છે. જેના કારણે ગુજરાતભરમાં કોંગ્રેસનો પ્રચાર કરનારા અલ્પેશ ઠાકોર બનાસકાંઠામાં કોંગ્રેસનો પ્રચાર નહી કરે અને પોતાની સેનાના અપક્ષ ઉમેદવારને વિજયી બનાવવા માટે મહેનત કરશે તેવો દાવો ઠાકોર સેનાએ કર્યો હતો. ઠાકોર સેનાએ દાવો કર્યો હતો કે, અલ્પેશ ઠાકોર સમાજના સંગઠનથી આગળ આવ્યા છે. ત્યારે તેઓ માટે પક્ષ પહેલા સમાજ મહત્વનો છે. ત્યારે તેઓ બનાસકાંઠામાં કાંગ્રેસ માટે નહીં પણ ઠાકોર સમાજના અપક્ષ ઉમેદવાર નો પ્રચાર કરશે તેવું ખુદ ઠાકોર સેનાના ના અપક્ષ ઉમેદવારે જણાવ્યું હતું. આમ, બનાસકાંઠામાં અલ્પેશની ઠાકોર સેના કાંગ્રેસ માટે કપરા ચઢાણ સમી પુરવાર થાય તેવા અણસાર વર્તાઈ રહ્યા છે.
 
અલ્પેશ ઠાકોર માટે ધર્મ સંકટ
 
આગામી લોકસભાની ચૂંટણીમાં પણ ઠાકોર સમાજની બહુમતિ ધરાવતી પાટણ અને બનાસકાંઠા બેઠક ઉપર ઠાકોર સમાજના વ્યÂક્તને ટીકીટ અપાવવા ભારે ધમપછાડા કર્યાં હતા. તેમ છતાં કોંગ્રેસે અલ્પેશ ઠાકોર સામે નમતું ન જાખતાં પાટણમાં જગદીશ ઠાકોર અને બનાસકાંઠા બેઠક ઉપર પરથીભાઇ ભટોળને ટીકીટ આપી છે. જેથી સ્વાભાવિક રીતે ઠાકોર સમાજમાં કોંગ્રેસ પ્રત્યે નારાજગીનો સૂર ઉઠ્યો છે પરંતુ બીજી તરફ અલ્પેશ ઠાકોરની રાજ રમત ઓળખી જનાર ઠાકોર સેના પણ હવે ખૂદ તેમની વિરૂધ્ધ જઇ રહી છે. સેનાના બે આગેવાનોએ બનાસકાંઠા બેઠક ઉપર અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જા કે, સોમવારે એક ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચતાં હવે ઠાકોર સેનાના અગ્રણી સ્વરૂપજી ઠાકોર ચૂંટણી લડી રહ્યા છે.  જાણવા મળ્યા મુજબ, બનાસકાંઠા બેઠક ઉપર અલ્પેશ ઠાકોરને કોંગ્રેસનો પ્રચાર કરવા ન આવવા જણાવાયું છે. આમ જિલ્લામાં કોંગ્રેસના પ્રચાર માટે અલ્પેશ ઠાકોર માટે ''નો એર્ન્ટ્રીર્ કરતાં અલ્પેશ ઠાકોર અવઢવમાં મૂકાયા હોવાનું મનાય છે. તો બીજી તરફ વારંવાર કોંગ્રેસનું નાક દબાવવા ટેવાયેલા અલ્પેશ ઠાકોરની ફરીથી કોંગ્રેસને ભીંસમાં લેવા રાજ રમત રમી રહ્યા હોવાનું પણ ચર્ચાસ્પદ બન્યું છે. હવે કોંગ્રેસ પણ જાણી ગઇ છે કે, અલ્પેશ ઠાકોરનો તેમની ઠાકોર સેના પર કોઇ કાબૂ રહ્યો નથી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.