02744-220264, 222764       rakhewal@gmail.com
Home / ગુજરાત / બિન અનામત વર્ગોને રૂપાણી સરકારની મોટી લ્હાણી

બિન અનામત વર્ગોને રૂપાણી સરકારની મોટી લ્હાણી   11/08/2018

 બિન અનામત વર્ગોને રૂપાણી સરકારની મોટી લ્હાણી
 
 
ગાંધીનગર
બિનઅનામત નિગમની વિવિધ યોજનાઓ અંગે આજે જાહેરાત કરવા જઈ રહી છે. લોકસભાની ચૂંટણી પૂર્વે સરકાર તમામ સમાજાને એક સાથે રાખવાનો પ્રયત્ન કરી રહી છે. ગામડામાં ભાજપની પકકડ ઘટતી જાય છે. શહેરી મતદારોના ભરોસે બેસવાને બદલે ભાજપે ગ્રામીણોને પણ રીઝવવાનો પ્રયત્ન કર્યો છે. લોકસભાની ચૂંટણીમાં ગામડાના મતદારોની નારાજગી ભાજપને ભારે પડી શકે છે. ભાજપે હવે તમામ આંદોલનને એક સાથે દાબી દેવા માટે માસ્ટરપ્લાન ઘડ્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બિન અનામત આયોગને લઈ પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે બિન અનામત વર્ગ માટે સરકારે કેટલીક યોજના બનાવી છે. સરકાર દ્વારા ધોરણ ૧૨ બાદ વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓને ૧૫ લાખ રૂપિયાની સાદા વ્યાજે લોન આપવામાં આવશે. તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમની સહાય પણ પુરી પાડવામાં આવશે. જ્યારે ધોરણ ૧૨ સાયન્સ માટે ૧૫ હજારની ટ્યૂશન સહાય પણ અપાશે. જ્યારે સ્વરોજગાર યોજના હેઠળ ઓફિસ ખરીદવા માટે પણ સરકાર સહાય કરશે. તેમજ ભોજન સહાય યોજનાનો લાભ પણ મળશે. બંધારણીય જાગવાઈઓને યથાવત રાખીને રાજ્ય સરકાર દ્વારા જેમને અનામત નથી મળી તેમને લાભ મળે તેવા પ્રયાસો કરવામાં આવશે. તમામ વર્ગો હળી મળીને વિકાસ કરે તે જરૂરી છે, વિદ્યાર્થીઓને લાભ થાય એવા વિશેષ પ્રયાસ કરી તમામને ન્યાયનો કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. અનામત મેળવતી જ્ઞાતિઓને અન્યાય ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને નવી યોજનાનો લાભ ચાલુ શૈક્ષિણક સત્રથી મળે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં હાલ ૫૮ જ્ઞાતિઓને અનામતનો લાભ મળતો નથી.

Tags :