02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / મહેસાણા / આઈટીઆઈના અપગ્રેડેશન માટે મારૂતિ સુઝુકી સાથે એમઓયુ કરવામાં આવ્યા

આઈટીઆઈના અપગ્રેડેશન માટે મારૂતિ સુઝુકી સાથે એમઓયુ કરવામાં આવ્યા   22/01/2019

 
 
 
        
                                                      વાઈબ્રન્ટ સમિટનાં ત્રીજા દિવસે વિવિધ તજજ્ઞો દ્વારા દેશનાં યુવાનોનાં Âસ્કલ ડેવલેપમેન્ટ કરવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. રાજ્ય સરકાર યુવાનોને ઉદ્યોગની જરૂરીયાત મુજબની તાલીમ આપવા માટે આઈટીઆઈને અપગ્રેડ કરી રહી છે. 
ઓટોમોબાઈલ જાયન્ટ મારૂતિ સુઝુકી દ્વારા બેચરાજીમાં અત્યાધુનિક આઈટીઆઈનો પ્રારંભ કરવા માટે રાજ્ય સરકારનાં રોજગાર અને તાલીમ વિભાગ વચ્ચે સમજૂતી કરાર કર્યા હતા. બેચરાજી ખાતેની આઈટીઆઈમાં એડવાન્સ્ડ ટેક્નોલોજી તથા ઈÂક્વપમેન્ટ્‌સ સાથે યુવાનો માટે ખાસ કોર્સિસ શરૂ કરવામાં આવશે. ઉદ્યોગોમાં સમયની સાથે ટેક્નોલોજીમાં ફેરફાર આવે છે, તેથી ઉદ્યોગોમાં વિશેષ Âસ્કલ ધરાવતાં યુવાનોની જરૂરીયાત ઉભી થાય છે. આ આઈટીઆઈનો ઉદ્દેશ યુવાનોનું Âસ્કલ ડેવલેપમેન્ટ કરવાનો છે. આ તાલીમ મેળવીને ગુજરાતનો યુવાન વૈશ્વિક હરિફાઈને ઝીલવા સક્ષમ બનશે. 
રાજ્યભરમાં ૨૬૩ સરકારી આઈ.ટી.આઈ., ૪૭૫  ગ્રાન્ટ-ઇન-એઇડ શ્ સેલ્ફ ફાયનાન્સ આઈ.ટી.સી., ૩૩૫ કૌશલ્ય વર્ધન કેન્દ્ર કાર્યરત છે.  તેમાં યુવાનોને ઉદ્યોગોની જરૂરીયાત મુજબ કોર્ષ ચલાવવામાં આવી રહ્યાં છે. રાજ્યનાં યુવાનોને લેટેસ્ટ ટેકનોલોજીની તાલીમ આપવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. જાપાનની હોન્ડા કંપની રાજ્યની ૨૦ આઈટીઆઈ સંસ્થાઓને ટેક્નોલોજીકલી અપગ્રેડ કરશે. તેના સમજૂતી રોજગાર અને તાલીમ વિભાગ દ્વારા કરાયા છે.  રાજ્યમાં ત્રણ વર્ષમાં એક પછી એક તમામ આઈટીઆઈનું અપગ્રેડેશન કરાશે. જેના માટે અંદાજિત રૂ. ૧.૬૪ કરોડનો ખર્ચ કરવામાં આવશે.

Tags :