02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવારને વડગામ ભાજપના અમુક કાર્યકરો દ્વારા શુભેચ્છાઓ અપાતા વિવાદ

બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવારને વડગામ ભાજપના અમુક કાર્યકરો દ્વારા શુભેચ્છાઓ અપાતા વિવાદ   10/04/2019

બનાસકાંઠાની લોકસભા ચૂંટણીમાં ચૌધરી સમાજના બે દિગજજોને ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવાર બનાવતા જિલ્લાની સહકારી સંસ્થાઓનો ખટરાગ બહાર આવવા સાથે જિલ્લા ભાજપના ટોપ લીડરને પરાજિત કરવા વડગામ ભાજપના આગેવાનોની દોરવણી હેઠળ વોટ્‌સએપ અને ફેસબુક ઉપર કોંગ્રેસના ઉમેદવાર અને બનાસ ડેરીના પૂર્વ ચેરમેનને શુભેચ્છાઓ પાઠવવા સાથે સમર્થન આપતા આ મુદ્દો જિલ્લા ભાજપમાં ટોકઓફ ધ ટાઉન બન્યો છે.
બનાસકાંઠાની લોકસભા ચૂંટણી આ વખતે બે સહકારી આગેવાનો વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ બની રહેવાના એંધાણ અત્યારથી જ જોવા મળી રહયા છે. ભાજપમાંથી ગુજરાત સરકારના રાજય મંત્રી પરબતભાઇ પટેલ અને  કોંગ્રેસમાંથી બનાસડેરીના પૂર્વ ચેરમેન પરથીભાઈ ભટોળ વચ્ચે ખરાખરીનો ખેલ મંડાયો છે, ત્યારે લોકસભાની ચૂંટણીમાં બનાસડેરીની ગત ચૂંટણીનો ખટરાગ સામે આવ્યો છે અને આ ખટરાગનો હિસાબ ભાજપના ઉમેદવારને પરાજિત કરી બનાસડેરીના વર્તમાન ચેરમેનનું કદ જિલ્લામાં નાનું કરવા પ્રયત્નો વડગામ થઈ શરૂ થયાના અહેવાલો સાંપડી રહયા છે. કોંગ્રેસમાંથી પરથી ભટોળનું નામ જાહેર થતાં વડગામ ભાજપના કેટલાક સહકારી આગેવાનો તેમજ ભાજપ શાસિત સહકારી સંસ્થાઓના કર્મચારી ઓ દ્વારા પરથીભાઈ ભટોળના ફેસબુક એકાઉન્ટ ઉપર શુભેચ્છાઓ પાઠવી સમર્થન આપતા વડગામ ભાજપના અગ્રણીઓ સહિત તેઓના સમર્થકો વિવાદોમાં આવ્યા છે. દરમિયાન સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જિલ્લા ભાજપના એક યુવા આગેવાન કે જેઓ લોકસભાની ટીકીટના દાવેદાર હતા. તેઓના ખાસ સહયોગી અને વડગામના વતની છે તેમને પણ પરથીભાઈ ભટોળને ફેસબુક ઉપર શુભેચ્છાઓ પાઠવવા સાથે સમર્થન આપતા આ યુવા આગેવાન પાસે પણ આગામી દિવસોમાં ભાજપ મોવડી મંડળ ખુલાસો માગે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. જોકે બનાસકાંઠામાં  આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપની નાવને સહકારની સત્તાની લડાઈ ડૂબાડે તો નવાઈ નહિ ?
 

Tags :