પાલનપુરમાં રૂ.૧.૭૦ લાખના મોબાઇલ સાથે શખ્સ ઝડપાયો

 
 
 
 
                                   પાલનપુર રેલવે સ્ટેશન રોડ નજીક આવેલી એક મોબાઇલની દુકાનમાં પૂર્વ પોલીસની ટીમે ગુરૂવારે રાત્રે ઓચિંતી તપાસ હાથ ધરી હતી. જ્યાંથી બીલ વગરના રૂપિયા ૧.૭૦ લાખના બાવન મોબાઇલ ફોન મળી આવતાં વેપારી સામે કાયદેસરની કાર્યવાહ હાથ ધરતાં ચકચાર મચી જવા પામી છે.
બનાસકાંઠા જિલ્લા પોલીસવડા પ્રદિપ સેજુળની સૂચનાથી પૂર્વ પોલીસમથકના પીઆઇ પી. એચ. વસાવાએ સ્ટાફ સાથે ગુરૂવારે રાત્રે પાલનપુર રેલવે સ્ટેશન રોડ નજીક આવેલા ભગવતી કોમ્પલેક્ષની ભવાની મોબાઇલની દુકાનમાં તપાસ હાથ ધરી હતી. 
જ્યાંથી રૂપિયા ૧,૭૦,૫૦૦ ના આધાર કે બીલ વગરના ૫૨ મોબાઇલ ફોન મળી આવ્યા હતા. આ અંગે પાલનપુર કોલેજ કંમ્પાઉન્ડ રિધ્ધિ- સિધ્ધિ સોસાયટીમાં રહેતા અશોકભાઇ જેઠાનંદભાઇ ગાજવાણી (સિંધી)ની અટકાયત કરી સીઆપીસીની કલમ મુજબ ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.