02744-220264, 222764       rakhewal@gmail.com
Home / પાટણ / પશુપાલકોને દૂધના મહત્તમ ભાવ મળી રહે તે માટે હારીજ મામલતદારને આવેદન પત્ર આપવામા આવ્યુ

પશુપાલકોને દૂધના મહત્તમ ભાવ મળી રહે તે માટે હારીજ મામલતદારને આવેદન પત્ર આપવામા આવ્યુ   17/09/2018

  પશુપાલકોને દૂધના મહત્તમ ભાવ મળી રહે તે માટે હારીજ મામલતદારને આવેદન પત્ર આપવામા આવ્યુ
 
 
હારીજ
આ વર્ષે વરસાદ ઓછો થવાને કારણે પશુઓ માટે ઘાસ નથી અને ખાણદાણ ના પણ ભાવ ખૂબ વધારે છે  તો દૂધ સાગર ડેરી દ્રારા દૂધના ભાવ મા કિલોફેટે વધારો કરવા દૂધ ઉત્પાદકોએ માંગ કરી હતી
હારીજ નગરમાં પશુપાલક અને ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા હારીજ, સમી, શંખેશ્વર, ત્રણે તાલુકા ના દૂધ ઉત્પાદકો ને પડી રહેલી મુશ્કેલીઓ ને કારણે પશુપાલક અને ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા ગઇકાલે હારીજ માર્કેટયાર્ડમા ૨ વાગે પશુપાલકો ની સભા યોજી તેમને પડી રહેલી મુશ્કેલીઓ વિશે ચર્ચા કરવા મા આવી હતી અને સાચું માર્ગદર્શન પણ આપવા મા આવ્યુ હતુ ત્યાર બાદ માર્કેટ યાર્ડથી મામલતદાર કચેરી સુધી રેલી યોજવા મા આવી હતી ""જાગો પશુપલકો જાગો"" ના નારા સાથે મામલતદાર કચેરીએ પોહચ્યાં હતા આ અનુસંધાને હારીજ મામલતદાર કે.સી.ગરાસિયા ને આવેદન પત્ર આપવા મા આવ્યુ હતુ. આ સમયે ગુજરાત હાઉસિંગ બોર્ડ ના ડિરેક્ટર અશોકભાઈ ચૌધરી, રાયમલ ભાઈ દેસાઈ ડિરેકટર કડી વિભાગ, બળદેવ ભાઈ ચૌધરી, માર્કેટયાર્ડના ચેરમેન ભગવાન ભાઈ ચૌધરી, કાનજીભાઈ દેસાઈ, માનસિંહભાઈ ચૌધરી, તાલુકા પંચાયત પ્રમુખ બચુજી ઠાકોર, તેમજ હારીજ તાલુકાના અગ્રણીઓ તેમજ પશુપાલક ભાઇઓ અને બહેનો હાજર રહ્યા હતા

Tags :