ખોડાભા હોલ-હાંસાપુર પાટણ ખાતે અભયમ્‌ મહિલા સંમેલન યોજાયું

 ખોડાભા હોલ-હાંસાપુર પાટણ ખાતે અભયમ્‌ મહિલા સંમેલન યોજાયું
 
 
પાટણ
પાટણ ખાતે ખોડાભા હોલ-હાંસાપુર પરિસરમાં અભયમ્‌ મહિલા સંમેલનનું શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોર તથા જીઆઇડીસીના ચેરમેનશ્રી બળવંતસિંહ રાજપુતે દીપ પ્રગટાવી ઉદૂધાટન કર્યું હતું.પાટણ જિલ્લામાંથી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓને ૧૮૧ અભયમ હેલ્પ લાઇન એપનું પ્રેઝન્ટેશન દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપી તમામ મહિલાઓને ૧૮૧ હેલ્પલાઇન ડાઉન લોડ કરવા મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સ્ત્રીઓ શક્તિ, વિઘા અને ધનનું પ્રતિક છે. પરિવારની ઇજ્જત બચાવવાનું કામ મહિલાઓ કરે છે. મહિલાઓના સશક્તિકરણ માટે મહિલાલક્ષી રાજય સરકારની યોજનાઓનો લાભ લઇ મહિલાઓ સન્માનભેર, સ્વાવલંબી, પગભર અને ગૌરવપૂર્ણ જીવનની અધિકારી બને. રાજયભરમાંથી ૪.૨૧ લાખથી વધુ મહિલાઓએ સુરક્ષા માટે ૧૮૧ અભયમ્‌ એપનો ઉપયોગ કર્યો છે. પાટણ જિલ્લામાં ૧૮૧ અભયમ્‌ દ્વારા અત્યાર સુધીમાં ૧૦૪૭ મહિલાઓને બચાવવાનું ભગી રથ કાર્ય કરવામાં આવ્યું છે. મહિલાઓને મુશ્કેલ પરિસ્થિતિ માંથી બચાવવા કુલ ૪૫ રેસ્ક્યુવાન રાજયમાં કાર્યરત છે. 
સ્વાગત પ્રવચન આઇસીડી એસના પ્રોગ્રામ ઓફીસર રમીલાબેન ચૌધરીએ કર્યું હતું. સ્વાગત ગીત કે.કે. ગર્લ્સ હાઇસ્કુલની બાળાઆ ેએ રજુ કર્યું હતું.  
આ પ્રસંગે જિલ્લા કલેકટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી રાજેશ રાજયગુરુ, પોલીસ અધિક્ષક શોભનાબેન ભૂતડા, જિલ્લા પંચાયતના પ્રમુખ વિનુભાઇ પ્રજાપતિ, ઉપપ્રમુખ શ્રીમતી જોઇતીબેન ઠાકોર, ગ્રામ વિકાસ એજન્સીના નિયામકડી. એલ. પરમાર,  મોહનભાઇ પટેલ, મયંક નાયક, ભચીબેન આહીર, દિપ્તીબેન પરમારઅને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.