પુત્રીને ફોસલાવીને ઘરે બોલાવ્યા બાદ પિતાએ સાંકળથી બાંધી દીધી જમાઇને કહ્યું ૨૫ લાખ આપોને લઇ જાવ

 
 
 
                                   કોલેજમાં અભ્યાસ દરમ્યાન સમાજના જ યુવક સાથે આંખો મળી જતાં થરાદના આંતરોલ ગામની એક યુવતીએ તેની સાથે પ્રેમલગ્ન કરી લીધાં હતાં. જેને પિતાએ ફોસલાવીને બોલાવ્યા બાદ ખેતરના રહેણાંકે ઘરમાં પુરી દઇ સાંકળથી બાંધી દઇ ‘વેર’ પેટે પચ્ચીસ લાખ રૂપીયાની માંગણી કરતા હોવાની યુવકના પતિએ મહિલા અભ્યમ હેલ્પલાઇનમાં ફરીયાદ કરતાં દોડેલી ૧૮૧ની જિલ્લાની ટીમે તેણીને છોડાવીને પતિને સોંપી હતી. પંથકમાં ઘટના ભારે ચર્ચાસ્પદ બનવા પામી હતી.
પ્રાપ્ય માહિતી મુજબ થરાદના રાજસ્થાનના છેવાડે આવેલા વાંક ગામના દેવાભાઇ કાનજીભાઇ ચૌધરી નામના યુવક સાથે કોલેજમાં સાથે અભ્યાસ દરમ્યાન આંતરોલ ગામની કમળાબેન નથાભાઇ ચૌધરીને ચાર આંખો થતાં તેમણે ગત ૦૫/૦૨/૧૭ના રોજ પ્રેમલગ્ન કરી લીધાં હતાં.અને ડીસા સ્થાયી થયાં હતાં.કમળાબેન બનાસ હોસ્પીટલમાં નોકરી કર છે. તેનો પતિ એન્જીનીયર છે.બનાવ બાદ ચુપ રહેનાર પિતાએ તેણીને થોડા દિવસ પહેલાં ફોસલાવીને પિયરમાં બોલાવ્યા બાદ ખેતરમાં આવેલા રહેણાંકના મકાનમાં ઓરડામાં પુરી દઇ તેણીના મોબાઇલ પણ લઇ લીધા હતા. તેમજ તેના પ્રેમીપતિ સાથે બે ત્રણ દિવસ પહેલાં મોબાઇલમાં વાત કરી ને ૨૫ લાખ રૂપીયાની માંગણી કરી જો તેણીને લઇ જવી હોયતો પૈસા આપી જા અને તેણીને લઇ જા જો તેમ કર્યા વગર આવશે તો તેના પગ ભાંગી તેણીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
આથી દેવાભાઇએ તેણીને છોડાવવા માટે સોમવારે સવારે ગુજરાત સરકારની ૧૮૧ મહિલા અભ્યમ હેલ્પલાઇનનો સંપર્ક કરી પોતાની પત્નીને ગેંધી રાખી હોઇ છોડાવવાની મદદ માંગી હતી. આથી જિલ્લાના મહિલા કાઉન્સીલર જિનલ પરમાર, સિક્યુરીટી સરોજબેન ચૌહાણ તથા થરાદના પોલીસકર્મી અને પાયલોટ વસનાભાઇ દેસાઇની ટીમ બપોરે આંતરોલ દોડી આવી હતી અને કાચાનેળીયા વાટે આજાવાડાના માર્ગે આવેલા ખેતરમાં જઇ પિતાને ત્યાંથી કમળાબેનને છોડાવી તેના પતિને સોંપતાં પ્રેમીપંખીડાંમાં આનંદની લાગણી ફેલાતાં તેમણે ૧૮૧નો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.