ખેરોજ નજીક એલસીબી ટીમે લાખો રૂપીયાનો વિદેશી દારૂ ઝડપ્યો

 
 
 
                    સાબરકાંઠા એલસીબીએ ૩૧ ડિસેમ્બરની ઉજવણી ઇગ્લીંસ દારૂની મહેફીલથી કરવાના શોખીનોની આશાઓ ઉપર પાણી ફેરવી ખેરોજ પો.સ્ટે.ની હદમાંથી ભારતીય બનાવટનો વિદેશીદારૂ/બિયરની પેટીઓ નંગ- ૩૦૯ માં બોટલ/ટીન નંગ- ૬૨૨૪ કિ.રૂ. કિ.રૂ.૧૧,૪૩,૨૦૦/- ની હેરાફેરી કરતા ટ્રકને ઝડપી પાડી કુલ કુલ્લે કિ.રૂ. ૧૯,૪૩,૨૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
સાબરકાંઠા જિલ્લામાં પ્રોહીબીશનને લગતા ગુન્હાઓને અંકુશમાં લેવા તથા શોધી કાઢવા માટે જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચૈતન્ય મંડલીક સાહેબ નાઓએ એલ.સી.બી ટીમને આપેલ સુચના આધારે શ્રી.વી.આર. ચાવડા, પોલીસ ઇન્સપેકટર, એલ.સી.બી નાઓના માર્ગદર્શન મુજબ તેઓશ્રીની આગેવાની હેઠળ પો.સ.ઇ. શ્રી.  જે.પી.રાવ તથા અ.હેડ કોન્સ. મો.સલીમ ઇકબાલ હુસેન તથા અ.પો.કો. વિક્રમસિંહ મંગળસિંહ તથા ડ્રા.પો.કો.ચંન્દ્રસિંહ પ્રવિણસિંહ તથા ડ્રા.પો.કો. દિલીપસિંહ ભીખુસિંહ તથા કમલેશસિંહ રજુસિંહ વિગેરે પોલીસના માણસોએ ખેરોજ ત્રણ રસ્તા ઉપર નાકાબંધી ગોઠવી હડાદ તરફથી આવતા  ટાટા કંપનીની ટ્રક નંબર ઇત્ન ૩૦ ય્છ ૫૦૭૧ ના પાછળની બોડી ના ભાગે બોલ્ટ/સ્ક્રુ ખોલી શકાય તેવા આસાનીથી મળી ન આવે તેવા ચોરખાનામાં છુપાવેલ હાલતમાં ઇગ્લીશદારૂ/ બીયર ભરેલ પેટીઓ નંગ-૩૦૯ માં કુલ્લે બોટલ/ટીન નંગ- ૬૨૨૪ કિ.રૂ.૧૧, ૪૩, ૨૦૦/- નો પ્રોહી મુદ્દામાલ શોધી કાઢી ટ્રક નંબર ઇત્ન ૩૦ ય્છ ૫૦૭૧ કિ.રૂ. ૮,૦૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ. ૧૯,૪૩,૨૦૦/-ના મુદ્દામાલ સાથે આરોપી પુરણમલ હિરાલાલજી કલાલ રહે.પાલેર તા.જી.ચિતોડગઢ (રાજસ્થાન) નાને ઝડપી પાડી મુદ્દામાલ ખેરોજ પો.સ્ટે. ખાતે સોંપી આરોપી વિરૂધ્ધ ખેરોજ પો.સ્ટે. થર્ડ ગુ.ર.નં.  ૫૧૫૦/૧૮ પ્રોહિ એકટ ક.૬૫એઇ, ૧૧૬બી, ૯૮(૨), ૮૧,૮૩ મુજબ ગુન્હો નોધી પ્રોહી ગણનાપાત્ર કેસ કરી આગળની વધુ તપાસ એલ.સી.બી. સાબરકાંઠા નાઓ કરી રહેલ છે . 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.