આંતરરાજ્ય વાહનચોર ગેંગનો પર્દાફાશ, રૂ.૧ કરોડ ઉપરાંતની કિંમતના ચોરીના ૨૦ વાહનો સાથે ૩ આરોપીઓ ઝડપાયા

ચોરીના વાહનોનો એન્જિન-ચેચીસ નંબર મિટાવી નવા નંબર લગાવી ખોટા સેલ લેટર બનાવી આર.ટી.ઓ.રજીસ્ટ્રેશન કરાવી ગાડીઓ વેંચતા હતા.બનાસકાંઠા જિલ્લા એલ.સી.બી. પોલીસે આંતરરાજ્ય વાહન ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં તરખાટ મચાવનાર ગેંગના ૩ સાગરીતોને પોલીસે રૂ.એક કરોડ ઉપરાંતના ચોરીના ૨૦ વાહનો સાથે ઝડપી લઈ જેલના સળિયા ગણતા કરી દીધા છે.
 
માત્ર ગુજરાત જ નહીં પરંતુ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ફોરવ્હીલર વાહનચોરી કરતી ગિરોહ પાલનપુર એલ.સી.બી. પોલીસના સકંજામાં આવી છે. ન્ઝ્રમ્ ને બાતમી મળી હતી કે વાવ ના ટડાવ ગામનો ભૂરાભાઈ રાજપૂત નામનો વ્યક્તિ ચોરીની ગાડીઓના નંબર બદલી તેનું વેચાણ કરે છે. જે મામલે ન્ઝ્રમ્ એ પાલનપુર થી તેને ઝડપી તેની વધુ તપાસ હાથ ધરી હતી. આરોપીની સઘન પૂછપરછ કરતાં વાહન ચોરીનું મોટું કૌભાંડ ઝડપાયું હતું. આ ગેંગ વાહનોની ચોરી કરી તેના એન્જીન અને ચેચીસ નંબર બદલી દેતા હતા. પોલીસે વાહન ચોરી સાથે જોડાયેલા ત્રણ આરોપીઓ સાથે ૨૦ ગાડીઓ કબ્જે કરી ૧ કરોડ થી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હોવાનું બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રદીપ સેજુલએ જણાવ્યું હતું.આ સમગ્ર ચોરી કૌભાંડ ચાર લોકો ચલાવતા હતા. જેમાં તેજાજી રાજપૂત હજુ ફરાર છે. આ કુખ્યાત ગેંગ દ્વારા વાહન ચોરી કર્યા બાદ તેના એન્જીન અને ચેચીસ નંબર મિટાવી દઈ તેની જગ્યાએ નવા એન્જીન અને ચેચીસ નંબર લગાવવામાં આવતા હતા. જેમાં સૌથી મહત્વની બાબત એ છે કે, જે ચેચીસ અને એન્જીન નંબર લગાવવામાં આવતા હતા તે આર.ટી.ઓ. વેલીડ હોઈ તેનું રજીસ્ટ્રેશન કરાવી વાહનો વેચતા હતા. એન્જીન અને ચેચીસના નવા વેલીડ નંબર તેઓ કઈ રીતે ઇ્‌ર્ં વિભાગમાં થી લાવતા હતા તે મામલે પણ પોલીસ તપાસ કરી રહી છે. જે આરોપી હજુ ફરાર છે તે આરોપી ઇ્‌ર્ં વિભાગ સાથે સંકળાયેલો હોવાની બાબત સામે આવી છે.
 
વાહન ચોરીમાં ઝડપાયેલા આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. અગાઉ પણ તેઓ પ્રોહીબિશન અને ચોરીના ગુનામાં સંડોવાયેલા છે. ત્યારે આ વાહન ચોરી કૌભાંડનો રેલો હવે ઇ્‌ર્ંર્ં કચેરી સુધી પહોંચે તેવી શકયતાઓ વર્તાઈ રહી છે. ત્યારે પોલીસ હજી વધુ વાહનચોરીનો ભેદ ઉકેલાય તેવો આશાવાદ સેવી રહી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.