02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / National / પાક.થી પરત ફરેલા વિંગ કમાન્ડર અભિનંદન તબીબી પરીક્ષણ હેઠળ

પાક.થી પરત ફરેલા વિંગ કમાન્ડર અભિનંદન તબીબી પરીક્ષણ હેઠળ   03/03/2019

નવી દિલ્હી પાકિસ્તાનના કબજામાંથી ૬૦ કલાક બાદ છુટીને આવેલા વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાનના કુલીંગ ડાઉન પ્રોસેસના ભાગરૂપે શ્રેણીબદ્ધ મેડિકલ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. મેડિકલ ટેસ્ટનો દોર આજે દિવસ દરમિયાન જારી રહ્યો હતો. શુક્રવારે મોડી રાત્રે અટારી-વાઘા સરહદ મારફતે વિંગ કમાન્ડર અભિનંદનને તમામ પ્રકારની કાયદાકીય પ્રક્રિયા પરિપૂર્ણ કરવામાં આવ્યા બાદ ભારતને સોંપવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમને દિલ્હીમાં લઈ જવામાં આવ્યા બાદ જુદા જુદા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આજે સવારે અભિનંદન તેમના પરિવારના સભ્યોને મળ્યા હતા. સાથે સાથે ઈÂન્ડયન એરફોર્સના કેટલાક ટોપ અધિકારીઓ સાથે પણ બેઠક કરી હતી. વર્થમાનને ગઈકાલે શુક્રવારે મોડી રાત્રે ૧૧.૪૫ વાગે રાષ્ટ્રીય પાટનગર દિલ્હી લાવવામાં આવ્યા હતા. 

Tags :