કારગિલ ગૌરવગાથાઃ દેશના સપૂતે રાઈફલ વિના 4 પાકિસ્તાનીઓને ફાડી નાંખ્યા હતા, દુશ્મનો પર એકલો ચિત્તાની જેમ તૂટી પડ્યો હતો દેશનો લાલ

26 જુલાઈને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કારગિલ યુદ્ધમાં એક એવો બહાદુર વીર જવાન હતો જેને યાદ કરીને આજે પણ ભારતીયોની છાતી ગર્વથી પહોળી થઈ જાય છે. આ વીર જવાનનું નામ હતું મનોજ પાંડે. કારગિલમાં કેપ્ટન મનોજની હિંમતને લીધે તેને ભારતના સર્વોચ્ય વીરતા પદક પરમવીર ચક્ર (મરણોપાંત) એનાયત કરવામાં આવ્યો હતો. 2 મહિના સુધી ચાલેલાં આ યુદ્ધને ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલાં સૌથી લોહિયાળ યુદ્ધમાંથી એક માનવામાં આવે છે.
 
25 જૂન 1975ના યુપીના સીતારામ જિલ્લાના રુઢા ગામમાં મનોજ પાંડેનો જન્મ થયો હતો. મનોજનું ગામ નેપાળની બોર્ડર પાસે હતું. મનોજે લખનઉની આર્મી સ્કૂલમાંથી શિક્ષણ મેળવ્યું હતું. જ્યાં તેણે શીસ્ત અને દેશપ્રેમના પાઠ શીખ્યા હતા. 12માનો અભ્યાસ પૂર્ણ કર્યાં બાદ મનોજે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને પુણેની પાસે ખડકવાસલા સ્થિત નેશનલ ડિફેન્સ એકેડમીમાં એડમિશન લીધું હતું. ટ્રેનિંગ બાદ તે 11 ગોરખા રાયફલ્સ રેજિમેન્ટના પ્રથમ આધિકારી બન્યા હતા હતા.
 
કારગિલ યુદ્ધ સમયે તણાવપૂર્ણ સ્થિતિને જોઈને બધાં જવાનોની રજાઓ પણ નામંજૂર કરી દેવામાં આવતી હતી. માત્ર 24 વર્ષના કેપ્ટન મનોજ પાંડેને ઓપરેશન વિજય દરમિયાન જુબર ટોપ પર કબ્જો કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. હાડ થીજી જાય એવી ઠંડી અને થકવી દેનાર યુદ્ધ ચાલતું હોવા છતાં મનોજ કુમારની હિમ્મત અકબંધ રહી હતી. તે આ દરમિયાન ડાયરી પણ લખતાં હતા. જેમાં તેમણે લખ્યું હતું, 'મારું બલિદાન સાર્થક થાય તે પહેલાં મોત આવી જશે તો હું સંકલ્પ લઉં છું કે હું મોતને પણ મારી નાખીશ'.
 
3 જુલાઈ, 1999ના ઐતિહાસિક દિવસે જ્યારે ખાલુબર શિખરને દુશ્મનોથી મુક્ત કરવાની જવાબદારી કેપ્ટન મનોજ પાંડેને સોંપવામાં આવી હતી. પ્લાન મુજબ કેપ્ટન દુશ્મનોને જમણી તરફથી ઘેરવાના હતા. જ્યારે બાકીની ટુકડી ડાબી તરફથી દુશ્મનોને ઘેરવાની હતી. કેપ્ટન પાસે એક સાધારણ દેશી હથિયાર ખુખુરી હતું. જેના વડે તેઓ દુશ્મનો પર ચિત્તાની જેમ તૂટી પડ્યાં અને ખુખુરીથી 4 દુશ્મનને ફાડી નાખ્યાં હતા.
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.