02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / એનડીએ સંસદીય દળના નેતા પદે મોદીની પસંદગી

એનડીએ સંસદીય દળના નેતા પદે મોદીની પસંદગી   26/05/2019

નવીદિલ્હી  : સંસદના સેન્ટ્રલ હોલમાં આજે નરેન્દ્ર મોદીની વિધિવતરીતે ભાજપ અને એનડીએના સંસદીય પક્ષના નેતા તરીકે પસંદગી કરવામાં આવી હતી. ટાળીઓ વચ્ચે અને મોદી મોદીના નારા વચ્ચે પહેલા મોદી ભાજપ સંસદીય પક્ષના નેતા તરીકે અને ત્યારબાદ એનડીએના નેતા તરીકે ચુંટાઈ આવ્યા હતા. સંસદીય પક્ષના નેતા તરીકે ચૂંટાઈ આવ્યા બાદ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. સાંજે પાંચ વાગ્યાથી પહેલા જ ભાજપના તમામ ચૂંટાયેલા સાંસદ, મોટા નેતા, એનડીએના નેતા સેન્ટ્રલ હોલમાં પહોંચી ગયા હતા. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત જુદા જુદા રાજ્યોના મુખ્યમંત્રી પણ ઉપÂસ્થત રહ્યા હતા. સાંજે આશરે પાંચ વાગે નરેન્દ્ર મોદી સેન્ટ્રલ હોલ પહોંચ્યા હતા. સીડી ઉપરભાજપ પ્રમુખ અમિત શાહ અને રાજનાથસિંહે તેમનું સ્વાગત કર્યું હતું. મોદીના આવ્યા બાદ વંદે માતરમની ધૂન સાથે ભાજપ સંસદીય દળની ઔપચારિક બેઠક યોજાઈ હતી. રાષ્ટ્રગીત બાદ ભાજપ પ્રમુખ અમિત શાહે ભાજપ સંસદીય પક્ષના નેતા તરીકે નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો ત્યારબાદ તમામ સભ્યોએ તેનું સ્વાગત કર્યું હતું. પ્રસ્તાવને ભાજપના પૂર્વ અધ્યક્ષ રાજનાથસિંહ અને નીતિન ગડકરીએ ટેકો આપ્યો હતો. ત્યારબાદ ભાજપના તમામ ચૂંટાયેલા સંસદ સભ્યોએ હાથ ઉઠાવીને મોદીના નારા વચ્ચે પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. ત્યારબાદ ભાજપ પ્રમુખ અમિત શાહે સર્વસંમતિથી મોદીને ભાજપ સંસદીય પક્ષના નેતા ચૂંટાઈ આવ્યા હોવાની જાહેરાત કરી હતી. ભાજપના સંસદીય દળના નેતા તરીકે ચૂંટાઈ આવ્યા બાદ મોદીને એનડીએ સંસદીય પક્ષના નેતા ચૂંટી કાઢવામાં આવ્યા હતા. શિરોમણી અકાળી દળના સ્થાપક પ્રકાશસિંહ બાદલે મોદીએ એનડીએ સંસદીય પક્ષના નેતા ચૂંટી કાઢવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. 

Tags :