02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Arvalli / મોડાસામાં પૂર, વાવાઝોડા, અતિવૃષ્ટિ તથા અન્ય જોખમો સામે પૂર્વ તૈયારીના ભાગ રૂપે મીટીંગ યોજાઇ

મોડાસામાં પૂર, વાવાઝોડા, અતિવૃષ્ટિ તથા અન્ય જોખમો સામે પૂર્વ તૈયારીના ભાગ રૂપે મીટીંગ યોજાઇ   15/05/2019

અરવલ્લી : અરવલ્લી જિલ્લામાં પૂર, વાવાઝોડા,અતિવૃષ્ટિ તથા અન્ય જોખમો સામે પૂર્વ તૈયારી અંગે કલેક્ટર કચેરી મોડાસા ખાતે તા. ૧૪ મે ના રોજ  જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્શિત ગોસાઇ તથા નીવાસી અધિક કલેકટર ના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઇ હતી. જેમા તમામ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા. દરેક સરકારી ખાતાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઇ પ્રમાણે તેમનો ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવા જણાવામાં આવ્યુ  હતુ. તેમજ મમલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારી વિગેરે સંબધિત તમામને ઓછામાં ઓછા ત્રણ થી પાંચ એવી વ્યક્તિઓ (એમડીએમ ઓર્ગેનાઇઝર, એફ એસ સંચાલક, આંગણવાડી કાર્યકર, સરપંચ સામાજિક કાર્યકર વિગેરે)ના સંપર્ક નંબર જે ગત વર્ષે મેળવેલા હતા તે ચેક કરી કોઇ સુધારા કરવાના હોય તો તે કરી અત્રેની કચેરીને ડિઝાસ્ટર શાખાને મોકલી આપવા જણાવાયુ હતુ.
 
  પહાડી વિસ્તારોમા ડિપ ધરના બોર્ડ મજબુતીથી લગાડવા અને સાવચેતીના સુચનો મૂકવા અંગે કાર્યપાલક ઇજનેર, સ્ટેટ-પંચાયતને સુચનાઓ  આપી હતી.રસ્તા પરના જોખમી ઝાડ વિગેરે વીજલાઇનથી દુર કરવા યુ.જી.વી.સી.એલ.-બીએસએનએલ રસ્તા અને મકાન તથા નગરપાલિકાને સુચના અપાઇ હતી. અગાઉના વર્ષેના બનાવોને ધ્યાને લઈને જર્જરિત મકાનો હોડિંગ્સ વિગેરેને ઉતારી દેવા અંગે અખબારોમાં જાહેરાત  આપવા તમામ નગરપાલિકાઓના ઓફિસરોને સુચના તથા વરસાદી પાણીનો સરળતાથી નીકાલ થઈ શકે તે માટે તમામ ડ્રોનેજલાઇનોની સફાઇ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા જણાવવામાં આવ્યુ હતુ.
       નગરપાલિકાએ તેમની રેસ્કયુ ટીમ તૈયાર રાખવા અને ડી-વોટરીંગ પંપ,જે.સી.બી. વિગેરે જેવા જરૂરી સાધનો તૈયાર રાખવા સૂચના અપાઇ હતી. કંટ્રોલ રૂમના સાધનોનુ વેરીફીકેશન  કરી  ડિઝાસ્ટર શાખાને જાણકારવા  તથા રાહત અને બચાવ કાર્યમાં તાત્કાલિક ઉપયોગી થાય તેવી બચાવ ટુકડીઓ,સ્વૈચ્છીક સંસ્થાઓની યાદી,હોડી, તરવૈયાની ટીમ અને પૂરથી અસરગ્રસ્ત ગામોની યાદી, આશ્રય સ્થાનો, રીલીફ કેમ્પની યાદી અધ્યતન કરવા સંબધિત અધિકારીઓને સુચના આપવામા આવી હતી. 

Tags :