02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / મહેસાણા / માલની હેરફેર માટે ઈ- વે બિલની રપ કિ.મીટરની મર્યાદાની માંગ

માલની હેરફેર માટે ઈ- વે બિલની રપ કિ.મીટરની મર્યાદાની માંગ   24/11/2018

 
 
 
ઊંઝાના વેપારીઓએ કરેલી રજુઆત 
ઊંઝા 
ઊંઝા ગંજબજારમાં આવતા કૃષિ પેદાશોની ક્લીનીંગ તથા ગુણવત્તાસભર બનાવવા માટે આવેલી ક્લીનીંગ ફેક્ટરી અને સ્ટોરેજ ગોડાઉનો માર્કેટયાર્ડની રપ કિ.મી.ના રાઉન્ડ એરીયામાં ફેલાયેલા હોવાથી માલની હેરફેર માટે જરૂરી ઈ-વે બિલની મર્યાદા રપ કિ.મી. સુધી કરવા માટે વેપારીઓએ માંગ કરી છે. 
તાજેતરમાં ઊંઝા એપીએમસીના ચેરમેન ગૌરાંગભાઈ પટેલ, માર્કેટયાર્ડ વેપારી એસો.ના પ્રમુખ સીતારામ પટેલ સહિતના હોદ્દેદારોના ડેલીગેશને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને જીએસટી કમિશ્નર પી.ડી. વાઘેલાને મળીને ઈ- વે બિલની મર્યાદા ૧૦ કિ.મી.થી વધારીને રપ કિ.મી. કરવા ઉગ્ર રજુઆત સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. 
જા ઈ-વે બિલની મર્યાદા રપ કિ.મી.ની થાય તો કૃષિ માલોની હેરાફેરીમાં વેપારીઓ, ખેડુતો અને દલાલોને રાહત મળે તેમ છે. 

Tags :