02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / અસલામત સવારી : દોડતી બસનું ટાયર નીકળી જતાં મુસાફરોના જીવ તાળવે ચોટયા

અસલામત સવારી : દોડતી બસનું ટાયર નીકળી જતાં મુસાફરોના જીવ તાળવે ચોટયા   13/05/2019

એસટીની સલામત સવારી પ્રજા માટે દિવસેને દિવસે જોખમી બની રહી છે. હાલમાં જ વડોદરામાં સલામત સવારી એસટી અમારીનો દાવો ખુલ્લો પડી ગયો છે. ચાલુ બસે એસટીનું બસનું પૈડુ નિકળી જવાની ઘટના બની છે. સદનસબીએ આ ઘટનામાં કોઇ જ જાનહાની થઇ નથી.
 
વડોદરામાં સલામત સવારી એસટી અમારીના દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે. આજે ગુજરાત એસટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. આજની એક ઘટનામાં વડોદરામાં સાવલી આવતી બસનું પૈડું ચાલુ બસે નીકળી ગયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નહોતી. વડોદરામાં પાણીગેટ સંચાલિત ડેપોની આ બસ ફાળવેલી છે, આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, ભૂતડીઝાપાથી સાવલી આવતી બસનું પૈડું નીકળી ગયું હતું. સાવલી પીક અપ ડેપોમાં જતી વેળાએ આ ઘટના બની હતી. પાણીગેટ સંચાલિત ડેપો દ્વારા આ બસ ફાળવવામાં આવી હતી.સરકારી બસોના મેન્ટેનેન્સને લઇને લાખો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે. છતાં બસોનું મેેઇન્ટેન્સ થતું નથી. પ્રજાને હેરાનગતી ભોગવવી પડી રહી છે.

Tags :