02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / ડીસા નગરપાલિકા રાજ્યની તમામ નગરપાલિકાઓમાં મોખરે

ડીસા નગરપાલિકા રાજ્યની તમામ નગરપાલિકાઓમાં મોખરે   07/03/2019

 
 
 
 
 
                                 બનાસકાંઠા જિલ્લામાં “અમૃતમય સીટી” યોજના સામેલ ડીસા નગરપાલીકાએ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત હાથ ધરાયેલ સર્વેક્ષણમં રાજ્યની તમામ નગરપાલિકાઓમાં “નંબર વન” નું      ગૌરવવંતુ સ્થાન મેળવ્યું છે. 
ઉત્તર ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરન્દ્રભાઈ મોદીએ બીમારીઓ અને ગરીબીની જડમુળ સમાન ગંદકીને હટાવવા મહત્વાકાંક્ષી રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા અભિયાન છેડ્યું છે. જે અંતર્ગત ર૦૧૮-૧૯ ના વર્ષ દરમીયાન ગુજરાતની ૬ મહાનગર પાલિકાઓ અને નગર પાલિકાઓનું સર્વેક્ષણ હાથ ધરાયું હતું. જેમાં ડીસા નગરપાલીકાએ ૭૩ રેન્ક અને ૩૦પ૧.૯૧ ના ગુણાંક સાથે રાજ્યની તમામ નગરપાલિકાઓમાં મોખરાનું સ્થાન મેળવી અને ભારતમાં 
૭૩ મું સ્થાન ઈતિહાસ આલેખ્યો છે. આ સર્વેક્ષણમાં ડીસા નગરપાલીકા કરતા અમદાવાદ, રાજકોટ, સુરત અને ગાંધીનગર મહાનગર પાલિકાઓ જ આગળ છે. જે જાતા ડીસા વાસીઓ માટે આ એક ગૌરવની ઘડી છે. આ બાબતે ડીસા પાલિકાના પ્રમુખ શિલ્પાબેન માળીએ પાલીકાના તમામ સદસ્યો, કર્મચારીઓ અને નગરજનોનો સ્વચ્છતા અભિયાનમાં સહયોગ બદલ ઋણ સ્વીકાર કર્યો હતો.

Tags :