02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / સાબરકાંઠા / સાબરકાંઠા એલસીબી પોલીસે આંતર જીલ્લા વાહનચોર ગેંગના બે સાગરીતોને ઝડપ્યા

સાબરકાંઠા એલસીબી પોલીસે આંતર જીલ્લા વાહનચોર ગેંગના બે સાગરીતોને ઝડપ્યા   07/03/2019

 
 
 
 
 
 
                               સાબરકાંઠા જિલ્લામાં બનતા વાહનચોરીના ગુન્હાઓને શોધી કાઢવા માટે જીલ્લા પોલીસ અધિક્ષક સાબરકાંઠા શ્રી ચૈતન્ય મંડલીકે એલ.સી.બી ટીમને સુચના આપેલ જે અન્વયે વી.આર. ચાવડા પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી નાઓના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ.શ્રી. જે.પી.રાવ નાઓની આગેવાની હેઠળ એલ.સી.બી.સ્ટાફના માણસો એ.એસ.આઇ. વિષ્ણુભાઇ તથા હેડ કોન્સ. રાકેશકુમાર તથા પો.કો. સનતકુમાર તથા પો.કો. વિજયભાઇ તથા પો.કો. પ્રકાશભાઇ તથા પો.કો. ભાવેશકુમાર તથા પો.કો. ચંદ્રસિંહ તથા પો.કો. કાળાજી તથા પો.કો. નિરીલકુમાર નાઓએ વાહનચોરીના ગુન્હાઓના ડીટેક્શન માટે બાતમીદારો રોકી પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી બાતમીદારથી હકીકત મળેલ કે, ‘‘રાજસ્થાનની મો.સા. ચોરીઓ કરતી ગેંગનો મુખ્ય સુત્રઘાર શકીલભાઇ રફીકભાઇ શેખ રહે.કોટડા છાવણી વાળો છે અને તેની ગેંગના (૧) ઉદેસિંહ રતનસિંહ ચૌહાણ, રહે. સોરાફલા, બીલવન, તા.કોટડા, જી.ઉદેપુર રાજસ્થાન તથા (૨) નારાણસિહ મોહનસિંહ રાજપુત, રહે.ગોવિંદપુરા ફલા, કાયા, તા.ગીરવા જી.ઉદેપુર રાજસ્થાન નાઓ ચોરી કરેલ મો.સા. ઉપર ડબલ સવારી ગુજરાતમાં આવી ગુજરાતમાંથી મો.સા. ચોરીઓ કરે છે અને આજરોજ તેઓ બન્ને જણા રાજસ્થાનમાંથી ગુજરાતમાં કોઇક સ્થળે મો.સા. ચોરી કરવા માટે એક નંબર વગરની મો.સા. લઇને નીકળેલ છે અને હિંમતનગર તરફ આવી રહેલ છે’’ જે બાતમી આધારે ઇડરથી હિંમતનગર તરફ આવતા હાઇવે રોડ ઉપર બ્રહ્માણીનગર નાકા પાસે રેલ્વે ફાટક ઉપર વોચ રાખી શંકાસ્પદ મો.સા.ઓ ચેક કરતા હતા દરમ્યાન બાતમી મુજબની નંબર વગરની મો.સા. લઇને બે ઇસમો આવતા તેઓને પકડી સદરી ઇસમો પાસેની મો.સા. બાબતે પોકેટકોપ નો ઉપયોગ કરી ચેક કરતા સદરી મો.સા. ચોરીની ચોરી અગર છળકપટથી મેળવેલ હોવાનું જણાતુ હોઇ સદર મો.સા. નંબર જીજે ૦૯ સી.એલ. ૭૧૧૧ ની હિંમતનગર બી-ડીવીજન પો. સ્ટે. ફ.ગુ.ર.નં- ૨૫/૧૯ ઇપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ હોઇ સદર ગુન્હાના કામે મો.સા. કિ.રૂ. ૨પ,૦૦૦/- ગણી વધુ તપાસ અર્થે કબ્જે કરી સદર બન્ને ઇસમોને સી.આર. પી.સી. કલમ ૪૧(૧)(ડી) મુજબ ક.૧૬/૦૦ વાગે અટક કરી હિંમતનગર બી-ડીવીજન પોલીસ સ્ટેશન સ્ટે.એન્ટ્રી નં.૧૧/૧૯ ક.૧૬/૪૫ તા.૦૫/ ૦૩/૨૦૧૯ થી નોંધ કરાવી આરોપીઓ તથા મુદ્દામાલ હિંમતનગર બી-ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે સોપી આંતર જીલ્લામાં વાહનચોરીઓ કરતી ગેંગના ઉપરોકત બન્ને આરોપીઓને ઝડપી પાડી ચોરીની કુલ-૧૨ મોટર સાયકલો કિ.રૂ. ૩,૩૦,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કરી નીચે મુજબના વણ શોધાયેલ ગુન્હાઓનો ભેદ ઉકેલવામાં આવેલ છે અને સદરી મો.સા.ઓ શકીલભાઇ રફીકભાઇ શેખ તથા દેવીસિંહ ભાણસિંહ ચૌહાણ રહે.ધણોદર, તા.કોટડા છાવણી જી.ઉદેપુર નાઓ ચોરી કરી આપી ગયેલ હોવાની કબુલાત કરેલ.

Tags :