૬૦ હજારથી વધુ લોકો હાર્દિક પટેલને મળ્યા હોવાનો દાવો

 
અમદાવાદ
પાટીદારોને અનામત અને રાજયના ખેડૂતોને દેવામાફીની માંગણી સાથે આમરણાંત ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલની તબિયત આજે સવારે થોડી વધુ લથડી હતી, તેનામાં ચાલવાની પણ શકિત જણાતી ન હતી. ડોકટરોએ પહેલેથી જ તેને હોÂસ્પટલમાં એડમીટ સલાહ આપી હતી પરંતુ હાર્દિક હોÂસ્પટલમાં દાખલ થવાને બદલે આજે સવારે એમ્બ્યુલન્સ સાથેની તબીબી ટીમ દ્વારા પોતાના ઉપવાસ સ્થળે જ મેડિકલ ચેક અપને પ્રાધાન્યતા આપી હતી. દરમ્યાન આજે ઉપવાસના પાંચમા દિવસે હાર્દિક પટેલે ટવીટ્‌ મારફતે ગંભીર અને તીખી પ્રતિક્રિયા આપી સરકાર અને પોલીસ તંત્ર પર સીધા પ્રહારો કર્યા હતા. હાર્દિકે દાવો કર્યો હતો કે, તેને ઉપવાસ આંદોલનમાં મળવા માટે અત્યારસુધીમાં ૬૦ હજારથી વધુ લોકો આવ્યા પરંતુ પોલીસે તેમાંથી માત્ર ૧૧૨૪ લોકોને જ તેના ઘર સુધી આવવા દીધા. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.