હળવદ હાઈવે પર ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી મારી ગઈ, પાંચ મુસાફરોને ઈજા

હળવદ: હળવદ માળિયા હાઈવે પર આજે વહેલી સવારના સુમારે પસાર થતી એક ખાનગી ટ્રાવેલ્સની બસ અચાનક પલટી મારી ગઈ હતી અને ખાનગી બસમાં સવાર પાંચ મુસાફરોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

અમદાવાદ હળવદ કચ્છ હાઈવે પર અનેક અકસ્માતો સર્જાતા રહે છે. જેમાં હળવદ તાલુકના દેવળિયા પાસે આજે વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં અમદાવાદથી કચ્છ તરફ જતી ખાનગી ટ્રાવેલ્સ બસ જી.જે. ૧૪ એક્સ ૯૬૯૩ કોઈ કારણોસર પલટી ગઈ હતી. જેને પગલે બસમાં સવાર ૫ મુસાફરોને ઈજા થઇ હતી. વહેલી સવારે સર્જાયેલા અકસ્માતને પગલે પોલીસ ટીમ દોડી ગઈ હતી. જોકે બસ ક્યા કારણોસર પલટી ગઈ તે સ્પષ્ટ બન્યું નથી. બસના ચાલકને ઝોકું આવી ગયું કે પછી અન્ય કારણોસર અકસ્માત થયો તે દિશામાં પોલીસે તપાસ ચલાવી છે તેમજ તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઘટનામાં પાંચ પર પ્રાંતીય મજુરોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી જેમને તાત્કાલિક સારવાર અપાવી અન્ય બસમાં મોકલવામાં આવ્યા હતા. જો કે આ અંગે ફરિયાદ થઈ નથી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.