દાંતાના લોટોલ ગામે ટ્રેક્ટર વીજ થાંભલા સાથે ટકરાયા બાદ ખાઇમાં ખાબક્યું, કરંટ લાગતા ચાલક ગંભીર

દાંતા તાલુકાના લોટોલ ગામ નજીક એક ટ્રેક્ટર વીજ થાંભલા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેને લઇ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માત એટલો બધો ભયંકર હતો કે ટ્રેક્ટર વીજ થાંભલાને ટકરાઇને સીધુ ખાઇમાં ખાબક્યુ હતુ. ટ્રેક્ટર વીજ થાંભલાને ટકરાતા ચાલકને વીજ કરંટ લાગ્યો હતો. ઘટનાને લઇ તાત્કાલિક ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
 
દાંતા તાલુકાના લોટોલ ગામ નજીક આજે એક ટ્રેક્ટરને અકસ્માત નડ્યો છે. ટ્રેક્ટર ફુલસ્પીડમાં હોઇ વીજ થાંભલા સાથે ટકરાયુ હતુ. ઘટનાની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. અકસ્માત એટલો બધો ભયંકર હતો કે ટ્રેક્ટર વીજ થાંભલાને ટકરાઇને સીધુ ખાઇમાં ખાબક્યુ હતુ. ટ્રેક્ટર વીજથાંભલાથી અથડાવાથી ચાલકને પણ વીજ કરંટ લાગ્યો હોવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.