ડિસેમ્બરના અંત સુધીમાં વધુ ત્રણ સાર્વજનિક બેંકોનું મર્જર થશે

દેશની સાર્વજનિક બેંકોની સ્થિતિ સુધારવામાં જોડાયેલી કેન્દ્રની મોદી સરકારે હવે બેંકોના મર્જરને લઈને તૈયારી શરૃ કરી દીધી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, સરકાર આ વર્ષે ડિસેમ્બરના અંત સુધીમાં ત્રણ વધુ સાર્વજનિક બેંકોની મર્જરની જાહેરાત કરી શકે છે. રિપોર્ટ મુજબ, આ વખતે ત્રણ બેંકોનું મર્જર કરવાનુ છે. અને હવે જે બેંકોનું મર્જર થવાનુ છે તેમાં પંજાબ નેશનલ બેંક (પીએનબી), ઓરિયન્ટલ બેંક ઑફ કોમર્સ (ઓબીસી) અને આંધ્રા બેંક પણ સામેલ છે. 
 
ઉલ્લેખનીય છે કે હીરા વેપારી નીરવ મોદી લગભગ ૧૩ હજાર કરોડ રૃપિયાનો ચૂનો લગાડયા બાદ પંજાબ નેશનલ બેંક ચર્ચાઈ રહી છે. આ ગોટાળા બાદ પંજાબ નેશનલ બેંકની એનપીએ પણ વધી ગઈ છે.બેંકના મર્જરને લઈને સરકારે ગંભીરતા દાખવવાની શરૃઆત કરી દીધી છે. સત્તાવાર સૂત્રોને ટાંકીને એક મીડિયા રિપોર્ટમાં કહેવાયુ છે કે પીએનબી, ઓબીસી અને આંધ્રા બેંકના મર્જરને લઈને સરકારે ત્રણ બેંકોના અધિકારીઓ સાથે વાતચીત શરૃ કરી દીધી છે. 
 
સરકાર આ બેંકોના અધિકારીઓ સાથે મર્જર દરમ્યાન આવનારી સમસ્યાઓને દૂર કરવા, સંચાલન સારી રીતે બનાવી રાખવા જેવી વગેરે બાબતો પર વાતચીત કરી રહી છે. આ બધી બાબતો જેવી પૂર્ણ થઈ જશે તેવુ જ આ બેંકોના મર્જરની જાહેરાત થઈ જશે. સૂત્રએ કહ્યું કે આ મર્જરની જાહેરાત ડિસેમ્બર ૨૦૧૮ સુધી શક્ય છે. સૂત્રો મુજબ, સરકારની આ યોજના ત્રણ બેંકોનું મર્જર કરી ૧ એપ્રિલ ૨૦૧૯થી નવી બેંકના સંચાલનની યોજના બનાવી રહી છે.આ અગાઉ ગયા અઠવાડિયે સોમવારે સરકારે બેંક ઑફ બરોડા, દેના બેંક અને વિજયા બેંકના મર્જરની જાહેરાત કરી હતી. જાહેરાત કરીને નાણાંપ્રધાન અરૃણ જેટલીએ કહ્યું હતું કે આ બેંકોના મર્જર બાદ નવી બેંકોની રચના થશે. જે દેશની સૌથી ત્રીજી મોટી બેંક બનશે. સાથે જ નાણાંપ્રધાને કહ્યું હતું કે આ મર્જરથી કોઈ પણ કર્મચારી અથવા ગ્રાહકને કોઈ નુકસાન થશે નહીં. આ નરેન્દ્ર મોદી સરકાર દ્વારા બીજી મોટી બેંકોનું મર્જર હતું. આ અગાઉ સરકારે ભારતીય સ્ટેટ બેંકના પાંચ સબ્સિડિરી બેંક અને ભારતીય મહિલા બેંકનું એસબીઆઈમાં મર્જર કરી દીધુ હતું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.