હારીજ પોલીસે ગાડીમાથી ૧.૮ લાખનો વિદેશી દારૂ ઝડપ્યો

 હારીજ પોલીસે ગાડીમાથી ૧.૮ લાખનો વિદેશી દારૂ ઝડપ્યો
 
 
હારીજ
 હારીજ પોલીસ હાઇવે પર પેટ્રોલિંગમાં હતી ત્યારે દિલ્હી ર્પાસિંગની મારુતિ વેગેનાર ગાડીમાં સીટ નીચે અને દરવાજાઓમાં સિઁષ્ટમ બનાવી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો ભરી હરિયાણાથી સુરેન્દ્રનગર તરફ જઈ રહી હતી ત્યારે ઝડપી પાડી બે આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યા છે વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. પોલીસ જીલ્લા પોલીસ અધિક્ષક   શોભા ભુતડાની સુચનાથી તથા  નાયબ પોલીસ અધિક્ષક  રાધનપુર આર.પી. ઝાલાના માર્ગદર્શન હેઠળ પાટણ જીલ્લામાં દારુની બદી નેસ્તનાબુદ કરવાની સુચના આધારે હારીજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર વી.વી.ત્રિવેદી તથા હેડ.કોન્સ ખોડાજી સોમાજી તથા પો.કોન્સ. અબ્દુલકૈયુમ મિરસાબખાન તથા પો. કોન્સ. વિજયભાઇ લગધીરભાઇ તથા પો.કોન્સ. ભરતજી કુવરજી તથા પો.કોન્સ. જગદીશજી સેંધાજી તેમજ હારીજ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગ હતા.દરમ્યાન સાથેના હેડ.કોન્સ ખોડાજી સોમાજી ચાવડા  ને મળેલ બાતમી હકીક્ત આધારે દિલ્હી પાર્સીગની વેગેનાર ડી.એલ-૦૧-આર.ટી-૭૭૮૦ માં અલગ અલગ ખાના બનાવી (સિસ્ટમ બનાવી) કામના બન્ને તહો. નવરતન ચરતસિંહ જાટ ચૌધરી રહે.ડોભ તા.રોહતક જી. રોહતક રાજય-હરીયાણા તથા બીજા ઇસમ મુકેશકુમાર વિરચંદદાસ શ્રીમાળી રહે. મેસર તા.સરસ્વતી જી. પાટણ વાળાઓ એકબીજાની મદદગારીથી ભારતીય બનાવટના વિદેશી દારૂની છુટી બોટલો નંગ-૮૪૭ કુલ કિ.રૂ.૧,૦૮,૪૦૦/- તથા ગાડીની કિં.રૂ. ૨,૦૦, ૦૦૦/- મોબાઈલ નંગ-૨ કિં.રૂ. ૧૦,૦૦૦/ મળી કુલ કિં.રૂ. ૩,૧૮,૪૦૦/ના મુદ્દામાલ સાથે પકડાઇ ગયેલ હોઇ બન્ને ઈસમો વિરુધ્ધ હારીજ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે હારીજ પી.એસ.આઇ વી.વી. ત્રિવેદીના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસ કરાતા હરિયાણાથી સુરેન્દ્રનગર તરફ જઇ રહયા હોવાનું જાણવા મળ્યુ હતુ.વધું તપાસ અર્થે કોર્ટમાં રજુ કરવામાં આવનાર છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.