02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Arvalli / મોડાસાના જીવણપુર ગામે ઇલેકટ્રીક દુકાનનું શટર તોડી સ્પેર પાર્ટસ અને તાંબાના વાયરની ચોરી

મોડાસાના જીવણપુર ગામે ઇલેકટ્રીક દુકાનનું શટર તોડી સ્પેર પાર્ટસ અને તાંબાના વાયરની ચોરી   26/11/2018

 
 
                     મોડાસા તાલુકાના જીવણપુર બસ સ્ટેશન પરના કોમ્પલેક્ષમાં ઇલેકટ્રીકની દુકાનમાં રૂ. ૧.૫૦ લાખના સ્પેરપાર્ટસની ચોરી થઇ જતાં દુકાનમાલિકે પોલીસને જાણ કરવામાં આવી હતી. મોડાસા તાલુકાના જીવણપુર બસસ્ટેશન પરના શામળીયા કોમ્પલેક્ષમાં ઇલેકટ્રીક મોટર રિવાઇન્ડીંગની દુકાનમાં રાત્રિના ૧૨ વાગ્યાના સુમારે તસ્કરો દુકાનનું શટર તોડી મોટરપંપના પિત્તળના સ્પેરપાર્ટસ અને તાંબાના વાયર સહીત ૧.૫૦ લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરીનો માલ બીજા અન્ય સ્થળે સગેવગે કરતા તે સમયે ખેતરમાં રાત્રિના ૧૨ વાગ્યે વીજ ટાઇમને લીધે પીયત માટે ખેડુત ખેતરે જતા તેને ચોરી થયાનુ જણાતા ગામમાં જાણ કરતા લોકો આવી જતા ચોર થોડોક માલસમાન ઉઠાવી ભાગી છુટયા હતા. મોટી ચોરીમાંથી બચી જવાયુ તેવુ દુકાનમાલિક રામભાઇએ જણાવ્યુ હતુ. ચોરીના બનાવ અંગેની જાણ પોલીસને કરાતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

Tags :