02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Arvalli / બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અમિત ચાવડા ની મુલાકાત અંગે અંધારામાં રખાયા હોવાનો જીલ્લા પ્રમુખ સામે આક્ષેપ

બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અમિત ચાવડા ની મુલાકાત અંગે અંધારામાં રખાયા હોવાનો જીલ્લા પ્રમુખ સામે આક્ષેપ   11/05/2019

ક્ષત્રિય ઠાકોર સેનાના અઘ્યક્ષ અને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ની સાથે સતત પછાડયા ની જેમ રહેતા બાયડ ના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અલ્પેશ ઠાકોરના સમર્થનમાં હોવાના અને કોંગ્રેસ પક્ષ સતત તેમની અવગણના કરતો હોવાનો રાગ આલોપતા ધવલસિંહ ઝાલા શનિવારે અરવલ્લી જીલ્લાની મુલાકાતે આવેલા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની મુલાકાત સમયે સૂચક ગેરહાજરી થી રાજકારણ ગરમાયુ હતું ત્યારે ધવલસિંહ ઝાલાએ જીલ્લા પ્રમુખ કમલેન્દ્રસિંહ રહેવર દ્વારા તેમને કોંગ્રેસના તમામ કાર્યક્રમો થી દૂર રાખતા હોવાનો બળાપો ઠાલવ્યો હતો
 
બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ અરવલ્લી જીલ્લા પ્રમુખ કમલેન્દ્રસિંહ  રહેવર સામે સનસનાટી મચાવતો આક્ષેપ મૂકી જણાવ્યું હતું કે જીલ્લા પ્રમુખ કમલેન્દ્ર સિંહ કોંગ્રેસ પક્ષમાં મારી છબી ખરાબ કરવાનું અને મારી પ્રગતિ અટકે તે માટે બદનામી કરવાનું કામ કરી રહ્યા છે અને ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી કોંગ્રેસ પક્ષના કોઈપણ જીલ્લા કક્ષાના કાર્યક્રમમાં મારી બાદબાકી કરવા અને હું હાજરી ના આપી શકું તે માટેની વર્તણુક કરવામાં આવી છે અને આ અંગે પાર્ટી ઓફિસમાં પણ જાણ કરવામાં આવી છે અને કાર્યક્રમમાં હું હાજર ના રહી શકું તે માટે કાર્યક્રમના બે કલાક પહેલા જાણ કરવામાં આવતી હોવાનો સનસનાટી ભર્યો આક્ષેપ જીલ્લા પ્રમુખ કમલેન્દ્ર સિંહ સામે કરતા આગામી સમયમાં જીલ્લા કોંગ્રેસના રાજકારણમાં કંઈ નવાજુની થવાના એંધાણ વર્તાયા હતા

Tags :