રામવાસમાં વિજ લાઈનનું કેપેસીટર ફાટતા ઓપરેટર દાઝ્યો

જેટકો વિજ કંપનીમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતો એક કર્મચારી ડીપીનું કેપેસીટર રીપેર કરતા ગંભીર હદે દાઝી ગયો હતો. જેને તાબડતોબ સારવાર અર્થે ખસેડાયો હતો પરંતુ તેની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે.
ડીસા તાલુકાના રામવાસ ફીડરપર જેટકો કંપનીના ઓપરેટર નાઈ મૌલીકકુમાર રાજુભાઈ (રહે,ડીસા) ગુરૂવારના બપોરના સમયે કંપનીની લાઈન ઉપર કેપીસીટર રીપેર કરતો હતો.
તેવામાં અચાનક કેપીસેટર ફાયર થતાં તે ઓપરેટર છાતીના ભાગે ગંભીર રીતે દાઝી ગયેલ જેને કંપનીના કર્મચારીઓ ૧૦૮ દ્વારા તાત્કાલિક સારવાર અર્થે ડીસા સીવીલ હોસ્પિટલ લઈ જવામાં આવેલ જેને વધુ સારવાર અર્થે મહેસાણા ખાતે ખસેડવામાં આવ્યો હતો.
 
આ અંગે નાઈ રાજુભાઈને પુછતાં તેમને જણાવેલ ઉપરી અધિકારીની સુચનાથી મારો પુત્ર નાઈ મૌલીકકુમાર ઓપરેટર તરીકે કેપીસીટર રીપેર કરતાં ગંભીર રીતે છાતીના ભાગે દાઝી જવાથી હાલ તે મહેસાણા ખાતે હોસ્પીટલમાં સારવાર હેઠળ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.