02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / કેન્દ્રીય મંત્રી અનંત કુમારનું નિધન: કેન્સરની બીમારીથી પીડાતા હતા

કેન્દ્રીય મંત્રી અનંત કુમારનું નિધન: કેન્સરની બીમારીથી પીડાતા હતા   12/11/2018

કેન્દ્રીય મંત્રી અનંત કુમારનું સોમવારે વહેલી સવારે 59 વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લાં કેટલાક મહિનાઓથી કેન્સરથી પીડાતા હતાં. ઓક્ટોબરમાં ન્યૂયોર્કમાં મેમોરિયલ સલોઅન કેટેરિંગ સેન્ટરથી ઈલાજ કરાવીને પરત ફર્યા હતા. તબિયત બગડતાં તેમને બેંગલુરુની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.અનંત કુમારનો પાર્થિવ દેહ સવારે 9 વાગ્યાથી બેંગલુરુના નેશનલ કોલેજ ગ્રાઉન્ડ પર અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે. જેથી અહીં લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી શકે. તેમના નિધન પર કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સમગ્ર દેશમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રાખવાનો આદેશ આપ્યો છે. તે પ્રમાણે રાષ્ટ્રીય શોક પણ રાખવામાં આવશે. અનંત કુમારના આવતી કાલે અંતિમ સંસ્કાર કરવામાં આવશે અને તેમાં વડાપ્રધાન મોદી પણ હાજર રહેશે.અનંત કુમારના નિધનથી વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને ભાજપના અન્ય નેતાઓએ પણ શોક વ્યક્ત કર્યો છે. રક્ષામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે, અનંત કુમારના નિધનની વાત સાંભળીને ખૂબ જ દુખ થયું છે. તેમણે ભાજપના લાંબા સમયથી સેવા કરી છે. 

Tags :