પાવડાસણ ગામ નજીક કુદરતી હાજતે જઈ રહેલી મહિલા ને અજાણ્યો વાહન ચાલક ટક્કર મારતા મહિલા નું મોત

થરાદ તાલુકા ના પાવડાસણ ગામ નજીક કુદરતી હાજતે જઈ રહેલી મહિલા ને અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી ફરાર થઇ જતા મહિલા ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોત નિપજતા અરેરાટી મચી જવા પામી છે તો બીજી તરફ થરાદ પોલીસે ઘટના સ્થળે આવી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે 
 થરાદ તાલુકા ના પાવડાસણ ગામે ગોમતીબેન મીઠાજી ઉ.વ ૩૫ જે ઘરેથી કુદરતી હાજતે જવા માટે નીકળ્યા હતા ત્યારે વહેલી સવારે કોઈ અજાણ્યો વાહન ચાલાક આ મહિલાને અડફેટે લઇ નાશી છૂટ્યો હતો અને મહિલા ને ગંભીર ઇજા થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્‌યા હતા અને મહિલા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડે તે પહેલાજ મહિલા નું મોત નિપજતા મૃતક ના પરિવાર સહીત સમગ્ર ગામમાં શોકનો માહોલ સર્જાયો હતો તો બીજી તરફ સ્થાનિક લોકો ધ્વરા થરાદ પોલીસ ને જાણ કરતા થરાદ પોલીસ ઘટના સ્થળે આવી મહિલા ની લાશ ને પીએમ અર્થે થરાદ ખસેડી તાપસ હાથ ધરી છે 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.