ખેંટવા ગામ પાસે છોટા હાથી અને ટ્રેઈલર વચ્ચે અકસ્માત

 
 
                  ડીસા તાલુકાના જુનાડીસા વાસણા ગોળીયાના માળી પરિવારના સભ્યો લોકાચાર અર્થે જઈ ભાભર નેસડીથી પરત ફરી રહ્યા હતા. 
તે દરમિયાન ડીસા ભીલડી હાઈવે પર ખેંટવા ગામના પાટીયા પાસે સામેથી આવી રહેલ ટ્રેઈલર નંબર એચ.આર. ૬૩ યુ ૭૪૭  નું ટાયર ફાટતા ટ્રેઈલર ડીવાઈડર ઓળંગી સામેની બાજુએ જઈ સામેથી આવી રહેલ છોટા હાથી નં. જીજે ૦૮ એયુ-૧ર૭૩ ને અથડાતા છોટા હાથીમાં સવાર ચાર પેસેન્જર માળી વેનાજી હીરાજી, માંગીલાલ નાગજી સોલંકી (માળી), જ્યોત્સનાબેન સોમાજી માળી  તેમજ જ્યોત્સનાબેન માંગીલાલ પરમાર (માળી) (રહે. વાસણા ગોળીયા તા. ડીસા) વધતી ઓછી ઈજાઓ થતાં ભીલડી એમ્બ્યુલન્સ વાન દ્વારા ભીલડી સીએચસીમાં પ્રાથમિક સારવાર બાદ એક ઈસમને ફેક્ચર થયેલ હોવાથી વધુ સારવાર અર્થે ડીસા રીફર કરવામાં આવેલ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.