02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / અરવલ્લી / મોડાસાના મુન્સીવાડા ગામ નજીક હિટ એન્ડ રન ની ઘટના માં બાઈક ચાલકનું મોત: બે માસુમ પુત્રોએ છત્રછાયા ગુમાવી

મોડાસાના મુન્સીવાડા ગામ નજીક હિટ એન્ડ રન ની ઘટના માં બાઈક ચાલકનું મોત: બે માસુમ પુત્રોએ છત્રછાયા ગુમાવી   05/01/2019

અરવલ્લી જીલ્લામાં હિટ એન્ડ રનની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થતા નિર્દોષ વાહન ચાલકો અને રાહદારીઓ ભોગ બનતા બેફામ વાહન ચાલકો સામે જીલ્લા પોલીસતંત્ર લાલ આંખ કરે તે જરૂરી બન્યું છે. મોડાસા-મેઘરજ બાયપાસ રોડ પર શલુન ધરાવતા વાળંદ યુવાનની બાઈકને મુન્સીવાડા ગામ નજીક પાછળ થી અજાણ્યા વાહને અડફેટે લેતા ઘટનાસ્થળે પ્રાણ પંખેરું ઉડી જતા પરિવારજનોને અકસ્માતની જાણ થતા દોડી આવ્યા હતા. અને રોકોક્કળ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી. અક્સમાતના પગલે મોડાસા રૂરલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકના મૃતદેહને પી.એમ.માટે દવાખાને ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
 
    મુન્સીવાડા ગામના અને મોડાસા-મેઘરજ બાયપાસ રોડ પર અનુજ હર કટિંગ શલુન ધરાવતા જગદીશ ભાઈ મોહન ભાઈ વાળંદ શુક્રવારે રાત્રીના ૯ વાગ્યાના સુમારે દુકાન બંધ કરી બાઈક લઈ ઘરે જતા હતા. ત્યારે મુન્સીવાડા નજીક મોડાસા તરફથી મેઘરજ તરફ જતા અજાણ્યા વાહન ચાલકે પૂર ઝડપે ગફલત ભરી રીતે હંકારી પાછળ થી બાઈકને ટક્કર મારતા બાઈક ચાલક જગદીશ ભાઈ રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટનસ્થળેજ મોત નીપજ્યું હતું. અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી ફરાર થઈ જતા અકસ્માતના પગલે દોડી આવેલા પરિવારજનો અને ગ્રામજનોમાં ભારે શોકની લાગણી છવાઈ હતી. અજાણ્યા વાહનચાલકની બેદરકારીના ભોગે બે માસુમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો હતો. અકસ્માતના પગલે દોડી આવેલી મોડાસા રૂરલ પોલીસે મૃતકની લાશને પી.એમ.માટે મોકલી આપી કમલેશ ભાઈ મોહનભાઇ વાળંદની ફરિયાદના આધારે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુન્હો નોંધી ફરાર વાહન ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Tags :