૨૦૧૮માં ભારતે એફડીઆઈ માટેના સાનુકૂળ મથક તરીકેનું બિરુદ ગુમાવી દીધું

                                 
 
 
                 છેલ્લે ગયા વર્ષના જુન ત્રિમાસિકના આંકડા ઓગસ્ટમાં આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ડીઆઈપીપીને નિયમિત રીતે ઈનપુટસ  પૂરી પાડી રહી હોવા છતાં આંકડાઓ જાહેર કરવામાં આવ્યા નથી. અગાઉ આ આંકડા દર ત્રણ મહિને જાહેર કરાતા હતા.
 
 
             દેશમાં ફોરેન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ)ના સત્તાવાર આંકડા જાહેર થવામાં વિલંબની સામે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ધ ડીપાર્ટમેન્ટ ઓફ ઈન્ડસ્ટ્રીઅલ પોલિસી એન્ડ પ્રોડકશન (ડીઆઈપીપી) દ્વારા એફડીઆઈના આંકડા એકત્રિત કરીને તે જાહેર કરવામાં આવે છે પરંતુ છેલ્લા છ મહિનાથી આંકડા જાહેર નહીં થતા એનાલિસ્ટો તથા રેટિંગ એજન્સીઓ દ્વારા સવાલ ઊભા કરવામાં આવી રહ્યા છે.
   
              રિઝર્વ બેન્કના આંકડા પ્રમાણે, ભારતે વર્તમાન નાણાં વર્ષમાં અત્યારસુધી ૪૦.૯૮ અબજ ડોલરનો ગ્રોસ ઈન્ફલોઝ મેળવ્યો છે   જે ગયા નાણાં વર્ષના આ ગાળાની સરખામણીએ બે ટકા ઓછો છે. વર્તમાન સરકારના સમયગાળામાં પ્રથમ નાણાંકીય વર્ષમાં એફડીઆઈમાં ૨૫ ટકા વૃદ્ધિ જોવાઈ હતી. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.