02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / મોદી કરી રહ્યા છે છત્તીસગઢમાં કોંગ્રેસનો પ્રચાર?

મોદી કરી રહ્યા છે છત્તીસગઢમાં કોંગ્રેસનો પ્રચાર?   14/11/2018

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા જ દેખાતા અભિનંદન પાઠક છત્તીસગઢમાં ભાજપ વિરૂદ્ધ ચૂંટણીનો પ્રચાર કરી રહ્યાં છે. અભિનંદન પાઠક પીએમ મોદી જેવા જ દેખાય છે, ચાલે છે અને બોલે છે. કોંગ્રેસે અભિનંદન પાઠકને ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતાર્યા છે.
 
અભિનંદન પાઠક નક્સલ પ્રભાવિત વિસ્તાર બસ્તરમાં કોંગ્રેસના સ્ટાર પ્રચાર છે અને સતત નારો લગાવે છે કે અચ્છે દિન નહી આયેગે. પાઠક ગત મહિને જ કોંગ્રેસમાં સામેલ થયા છે. આ દરમિયાન કોંગ્રેસના નેતા રાજ બબ્બર પણ હાજર હતા. આ પહેલા અભિનંદન પાઠક રાજગના સભ્ય દળ રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડિયા (અઠાવલે)ના સભ્ય હતા અને યૂપીના ઉપાધ્યક્ષ હતા.
 
પ્રચાર દરમિયાન મોદી જેવા જ દેખાતા પાઠકે કહ્યું, 'મોદી જેવા દેખાવાને કારણે લોકો મને પૂછે છે કે અચ્છે દિન કહાં હૈ, તેમને કહ્યું કે સામાન્ય લોકોની સમસ્યા જોઇને તે બીજેપીના સહયોગી દળને છોડીને કોંગ્રેસમાં સામેલ થયા છે.
 
રાહુલ ગાંધીએ છત્તીસગઢમાં એક સભા દરમિયાન વડાપ્રધાન મોદી જેવા જ દેખાતા અભિનંદન પાઠક સાથે મુલાકાતની એક તસવીર શેર કરી હતી. રાહુલ ગાંધીએ તસવીર સાથે કેપ્શનમાં લખ્યુ- જુઓ, કોંગ્રેસ માટે પ્રચાર કરતા મને કોણ મળ્યુ? અભિનંદન પાઠક ઉત્તર પ્રદેશના સહારનપુરના છે. મહત્વપૂર્ણ છે કે છત્તીસગઢમાં 2 ચરણમાં મતદાન યોજાવાનું છે. પ્રથમ ચરણનું મતદાન 18 સીટો માટે 12 નવેમ્બરે યોજાઇ ગયુ છે જેમાં 76.28% મતદાન થયુ હતું. બીજા ચરણ માટે મતદાન હવે 20 નવેમ્બરે યોજાશે. આ ચૂંટણીનું પરિણામ 11 ડિસેમ્બરે રાજસ્થાન,મધ્ય પ્રદેશ, તેલંગાણા અને મિઝોરમની સાથે આવશે.

Tags :