ધાનેરા તાલુકામાં એક અઠવાડિયામાં બાળકોને માર મારવાની બીજી ઘટનાથી ચકચાર

રખેવાળ ન્યુઝ ધાનેરા : બનાસકાંઠાના ધાનેરામાં સ્કૂલના બાળકોને માર મારવાની હરીફાઈ જામી હોય તેમ એક જ અઠવાડિયા બાળકોને માર મારવાની બીજી ઘટના બનતા ચકચાર મચી છે. થોડા સમય પહેલા આલવાડા ગામે બાળકને મારપીટ કરાયા બાદ ગુરુવારે ધાનેરાની એક શાળામાં માર મારવાની ઘટના સામે આવી છે.  ધાનેરામાં સ્કૂલના બાળકોને માર મારવાની એકજ અઠવાડિયા બનેલી બીજી ઘટનામાં ધાનેરાની વિવેકાનંદ સ્કૂલનો બાળક શિક્ષકના સિતમનો ભોગ બન્યો છે.  શિક્ષકને ગુરુનો દરજ્જો અપાયો છે. સરકાર પણ ભાર વિનાના ભણતર પર ભાર મૂકે છે અને પરિપત્ર જાહેર કરીને બાળકોને શિક્ષા ન કરવાનો પણ આદેશ અપાયો છે. છતાં હાલ ધાનેરામાં શિક્ષકો હેવાન બની ગયા હોય તેમ એક જ સપ્તાહમાં બે બાળકોને મૂઢ મારવાની ઘટના સામે આવતા વાલીઓમાં ચિતાનું મોજું ફેરવાઈ જવા પામ્યું છે. ધાનેરાની નામચીન વિવેકાનંદ સ્કૂલમાં ધોરણ ૯ માં અભ્યાસ કરતા પ્રદીપ પટેલ નામક વિધાર્થીને વિજ્ઞાન શિક્ષકે મૂઢ માર મારતા ઉહાપોહ સર્જાયો હતો. શિક્ષકના સિતમનો ભોગ બનેલા આ ઇજાગ્રસ્ત બાળકને ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.  જોકે નિદાન દરમ્યાન આ બાળકને ફેક્ચર હોવાનું જણાતાં તેને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બાબતે વાલી શાળાના સતાવાળાઓ સમક્ષ  રજુઆત કરવા જતાં જવાબદાર સત્તાવાળાઓએ વાલીની વાત સાંભળવાનો જ ઇનકાર કરી દીધો હતો. શાળાના સતાવાળાઓના આવા વલણ બાદ એ સવાલ ઉભા થઇ રહ્યા છે કે શુ આ રીતે ભણશે ગુજરાત ? બાળકોને માર મારવાની શિક્ષકોને સત્તા  કોણે આપી ? ગુજરાત સરકાર ભાર વિનાના ભણતરની નીતિને વરેલી હોવા છતાં આવા બનાવો વધી રહ્યા હોઇ વાલીઓમાં રોષની લાગણી ફેલાઇ ગઇ છે ત્યારે આ બન્ને ઘટનાઓમાં દોષિત શિક્ષકો વિરુદ્ધ જિલ્લા શિક્ષણાધિકારી કેવા પગલાં લે છે એ આવનારો સમય જ બતાવશે
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.