02744-220264, 222764       rakhewal@gmail.com
Home / ગુજરાત / ભાભર પંથકમાં વરસાદ ખેંચાતા હજારો હેકટર વાવેતરને ખતરો

ભાભર પંથકમાં વરસાદ ખેંચાતા હજારો હેકટર વાવેતરને ખતરો   07/08/2018

 
 
 
 
ભાભર પંથકમાં વરસાદ ખેંચાતા હજારો હેકટર વાવેતરને ખતરો
 
 
આ વર્ષનું ચોમાસુ શરૂઆતથી જ નબળું રહેવા પામ્યુ છે. જેમાં ચોમાસા દરમ્યાન ઉત્તર ગુજરાતમાં સામાન્ય કહી શકાય તેવો જ વરસાદ થયો છે. ખેડૂતોએ ઓછા વરસાદમાં વાવેતર કરવું પડ્યું હતું. જ્યારે અડધુ ચોમાસુ વિતવા  છતાં બીજા રાઉન્ડનો વરસાદ ખેંચાતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. હજારો હેકટરમાં થયેલ વાવેતર સુકાઈ રહ્યું છે કેટલાક ખેતરો હજુ પણ કોરા ધાકોર ભાષી રહ્યા છે. ચોમાસાની લીલોતર ગાયબ થઈ ગઈ છે. ઠેરઠેર ધરતી સુકી જાવા મળી રહી છે. પંથકના તળાવો ભર ચોમાસામાં ખાલીખમ જાવા મળે છે. જેના કારણે આગામી સમયમાં જા વરસાદ વધુ ખેંચાય તો કે પીવાના પાણી અને ઘાસચારની ભારે તંગી ઉભી થાય તેવા સંકેતો જાવા મળી રહ્યાં છે. ભાભર, વાવ, સુઈગામ પંથકના મોટા ખેડૂતો પશુપાલન થકી પોતાનું ગુજરાન ચલાવે છે. પરંતુ વરસાદ ખેંચાતા ઘાસચારાની ભારે તંગી ઉભી થઈ છે, જેના કારણે પશુઓનો નિભાવ કરવો મુશ્કેલ બની ગયો છે. જુવાર કે બાજરીના એક પુળાના રૂ.રપ થી ૪૦ નો કાળા બજાર ભાવ બોલાય છે. સરકાર દ્વારા ઘાસચારો સસ્તા દરે વિતરણ કરવામાં આવે તેવી ખેડૂત વર્ગની માંગ છે. ભાભર પંથકમાં ઓછા વરસાદમાં ૬પ ટકા વાવેતર કપાસ, મગફળી, મગ, તલ જુવાર, બાજરી, એરંડા અને ઘાસચારો  કરવામાં આવ્યો છે. પરંતુ વરસાદ ખેંચાતા સુકાઈ રહ્યો છે.
 

Tags :