02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / બહુચરાજીમાં શ્રાવણી પુનમે ભાવિકોનાં ઘોડાપુર ઉમટયાં

બહુચરાજીમાં શ્રાવણી પુનમે ભાવિકોનાં ઘોડાપુર ઉમટયાં   18/08/2019

ચાણસ્મા : મહેસાણા જિલ્લાના પવિત્ર યાત્રાધામ બહુચરાજી ખાતે ગુરૂવારના રોજ શ્રાવણી પૂનમ અને રક્ષાબંધનના પવિત્ર તહેવારને લઈ હજારો માઈભક્તો મા બહુચરના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી લઈને મોડી સાંજ સુધી માઈભકતોનો દર્શન માટે પ્રવાહ ચાલુ રહ્યો હતો. તો બહુચરાજી બે કિમીના અંતરે આવેલા બહુચર માતાજીના આદ્યસ્થાનક શંખલપુર ગામે પણ સેંકડો શ્રધ્ધાળુઓ દર્શન ઉમટી પડ્યા હતા અને માનો પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.
ભારત વર્ષના એકાવન અને ઉ.ગુ.ના ત્રણ શÂક્તપીઠો પૈકીના બહુચરાજી ખાતે દર મહિનાની સુદ  પુનમે મેળો ભરાયો છે. જે મુજબ ગુરૂવારે શ્રાવણી  પુનમે લઈ મોટો લોક મેળો ભરાયો હતો. વરસતા વરસાદ વચ્ચે પણ હજારો શ્રધ્ધાળુઓ વહેલી સવારથી મા બહુચરના દર્શન માટે ઉમટી પડ્યા હતા. દર્શન માટે લાંબી કતાર લાગી હતી. સમગ્ર મંદિર પરિસર ભક્તોની અવરજવર અને મા બહુચરાજીના જય જયકારથી ગૂંજતું રહ્યું હતું. સાંજે ૯ વાગે માતાજીની પરંપરાગત સવારી નગરયાત્રાએ નિકળી હતી. જેમાં પણ ખુબ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જાડાયા હતા. અને બોલ માડી બહુચર, જય જય બહુચરના જયઘોષથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું. નગરયાત્રા બાદ મોડી રાત્રે પાલખી નિજમંદિરમાં પરત ફર્યા બાદ મંદિરમાં દર્શન બંધ થયાં હતાં.તો બહુચરાજી નજીક આવેલા બહુચર માતાજીના પર૦૦ વર્ષ પ્રાચીન આદ્યસ્થાનક શંખલપુર ગામે પણ હજારો માઈભક્તોએ ટોડાવાળીમા બહુચરના દર્શન અને પૂજા કરી જીવનની ધન્યતા અનુભવી હતી. પૂનમ નિમિત્તે ગ્રામજનો દ્વારા માઈમંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું ત્યારે બહુચર મૈયાના જય જયકારથી સમગ્ર વાતાવરણ ભÂક્તતમય બની ગયું હતું. શંખલપુર ટોડા ટ્રસ્ટ દ્વારા મા બહુચરના દર્શન આવેલા ભક્તોને ભોજન પ્રસાદની ઉમદા વ્યવસ્થા કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, ટ્રસ્ટ દ્વારા છેલ્લા ર૦ વર્ષથી અહીં ભક્તો માટે વિનામૂલ્યે પ્રસાદ મળી રહે તે માટે અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. એક પર્યટન સ્થળ તરીકે વિકસેલા ગામમાં આધુનિક સુવિધા અને સ્વચ્છતા ઉડીને આંખે વળગે છે.

Tags :